ધોરાજીમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો રોષે ભરાયા, રેલી કાઢી ભગવાનને મંદિરમાં આપ્યું આવેદનપત્ર
ધોરાજીનો રામપરા વિસ્તાર છેલ્લા 50 વર્ષથી રોડ રસ્તા અને સફાઈ સહિતની સુવિધાઓ માટે મુશ્કેલી અનુભવી રહ્યો છે. આ વિસ્તારમાં 5 હજાર જેટલા લોકો રહે છે અને નગરપાલિકાને નિયમિત રીતે તમામ વેરો ભરે છે. પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ જાતની રોડ અને રસ્તાની સુવિધાઓ આપવામાં આવી નહિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટાઃ ધોરાજીના રામપરા વિસ્તારના લોકોનો રોડ રસ્તા અને સફાઈ જેવી બાબતોને લઈને રોષ આજે ચરમસીમાએ પોહોંચ્યો હતો. વિસ્તારના લોકોએ આજે રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા માટે ભગવાનને આવેદન આપવા સાથે રામધૂન બોલાવી હતી. 50 વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે.
ધોરાજીનો રામપરા વિસ્તાર છેલ્લા 50 વર્ષથી રોડ રસ્તા અને સફાઈ સહિતની સુવિધાઓ માટે મુશ્કેલી અનુભવી રહ્યો છે. આ વિસ્તારમાં 5 હજાર જેટલા લોકો રહે છે અને નગરપાલિકાને નિયમિત રીતે તમામ વેરો ભરે છે. પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ જાતની રોડ અને રસ્તાની સુવિધાઓ આપવામાં આવી નહિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં પ્રવેશતા જ જાણે કે કોઈ પછાત અને અવિકસિત વિસ્તારમાં આવી પહોંચ્યા હોય તેવું લાગે. ધૂળીયો રોડ, રોડ ઉપર મોટા મોટા ખાડા, ખાડામાં સતત ભરાતા પાણી અને રસ્તાની આસપાસ કયારેય સાફ ન થઇ હોય તેવી ગંદકી જોઈને ત્રાસ થાય તેવી હાલત આ વિસ્તારની જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Corona: રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં મળી શકે છે છુટછાટ, જાહેર થશે નવી ગાઇડલાઇન
આ વિસ્તારના લોકોની હાલત ઉપર તરસ આવે તે ચોક્કસ છે. કારણ એક જયારે બીમાર વ્યક્તિ માટે એમ્બ્યુલન્સ બોલવવામાં આવે તો અમ્બુયુલન્સ અને સરકારની 108 ની સેવા પણ અહીં પોહોચતી નથી. રોડ રસ્તાની હાલત તો જો કોઈ પ્રસૂતાને આ રોડ ઉપરથી લઈ જવામાં આવે તો બાળકનો જન્મ રસ્તામાંજ થઇ જાય તેવી છે. આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા ઘણા વર્ષોથી નગરપાલિકા, ધારાસભ્ય સહિતના લોકોને અવારનવાર રજૂઆતો કરવાં આવી છે પરંતુ કોઈ જાતનું કામ અહીં થયું નથી અને જેમનું તેમ જ છે
ધોરાજીના રામપરા વિસ્તારમાં રહેતા આ લોકોનો રોષ આજે ચરમ સીમાએપહોંચી ગયો હતો. ચોમાસામાં રોડ રસ્તા હોય તો ઠીક પણ મકાનોમાં પાણી ઘુસી જતા હોય જેને લઇને તંત્રને અને ધારાસભ્યને અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ કામ નહિ થતા સ્થાનિક લોકોએ આજે એક રેલી યોજી હતી. લોકો વિસ્તારના રામજીમંદિર સુધી ગયા હતા, સાથે લોકોએ નગરપાલિકા હાય હાય અને ધારાસભ્ય લલિત વસોયા હાય હાય ના નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પોતાની કોઈ વાત ધારાસભ્ય, નગરપાલિકા અને તંત્ર સંભાળતું ન હોય જેથી લોકોએ મંદિરમાં ભગવાનને આવેદન આપી રામ ધૂન બોલાવીને ધારાસભ્ય, નગરપાલિકા અને તંત્રને આ વિસ્તારમાં કામો કરવા માટે સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube