ઉદય રંજન/અમદાવાદ :144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા (rathyatra) પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. 108 કળશને બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હાજર રહેશે. 24 જૂનના દિવસે જળયાત્રા યોજાનાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 લોકોની હાજરીમાં જળયાત્રા યોજાશે 
144 મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને આજે મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મિટંગના અંતે નક્કી કરાયુ કે, જળયાત્રામાં શક્યો હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં 50 થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે. 


કેવી રીતે નીકળશે જળયાત્રા
આ વર્ષે કેવી રીતે જળયાત્રા નીકળશે તે મોટો સવાલ છે. દર વર્ષે 108 કળશની સાથે વાજતે-ગાજતે જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા નીકળળે. જેમાં મંદિરના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જ જોડાશે. નદીના આરે વિધિવત રીતે ગંગા પૂજન થશે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગા પૂજન કરવામાં આવશે. જોકે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ યાત્રામાં ભજન મંડળી અને અખાડાને જોડવામાં નહિ આવે. 50 થી પણ ઓછા લોકો આ યાત્રામાં ભાગ લેશે. દર વર્ષે જળયાત્રામાં 18 ગજરાજ હોય છે, પણ આ વર્ષે માત્ર એક ગજરાજ રાખવામાં આવશે. કારણ કે ગજરાજ એ ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનંદ ગણપતિજીને યાદ કરતા હોય છે. એટલા માટે એક ગજરાજ સાથે આ જળયાત્રા નીકળશે.


જળયાત્રા માટે પોલીસનો એક્શન પ્લાન 
રથયાત્રા પૂર્વ જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદુ થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થાને લઈને બેઠક કરાશે.