રવિ અગ્રવાલ/વડોદરા :ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastav)ને ફોન પર ગાળો આપવાના મામલામાં પોરબંદરના રાજુ ઓડેદરા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. વિજય યાદવ નામના શખ્સે રાજુ ઓડેદરા સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજુ ઓડેદરાની ધરપકડ કરી છે. રાજુ ઓડેદરાની વિરમગામના માંડલમાંથી ધરપકડ કરાઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘કાગળિયા લખી લખી થાક્યા, સરકાર તારા મનમાં નથી....’


ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને એક વ્યક્તિનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોમાં મધુ શ્રીવાસ્તવ અને વ્યક્તિ સામસામે ગાળો ભાંડી રહ્યાં હતા. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મોબાઈલ પર ગંદી ગાળો બોલનાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિજય યાદવ નામના મધુ શ્રીવાસ્તવના સમર્થકે ફરિયાદ નોંધાવી હતી. પોરબંદરના રાજુ ઓડેદરા અને તેના મિત્ર સાગર પટેલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. 


Corona virusમાં મોટો ખુલાસો: ચામાચીડિયું નહિ, પણ આ વિચિત્ર પ્રાણીને કારણે ફેલાયો વાયરસ


વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાત્સવ અને પોરબંદરના રાજુ ઓડેદરા વચ્ચે થયેલી અભદ્ર ભાષાની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ ભાજપના સભ્ય વિજય યાદવે રાજુ ઓડેદરાને ફોન કરી માફી માંગવા આગ્રહ કર્યો હતો. ત્યારે રાજુ ઓડેદરાએ વિજય યાદવને પણ ગાળો બોલી હતી. સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને પણ ગાળો ભાંડી હતી. આ મામલે વિજય યાદવે ક્રાઇમ બ્રાન્ચમાં રાજુ ઓડેદરા અને સાગર પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. કલમ 504,506(2),298 મુજબ ફરિયાદ દાખલ કરવામા આવી હતી. 5 ફેબ્રુઆરીના રોજ રાજુ ઓડેદરાનો ધારાસભ્ય મધુ શ્રીવાસ્ત સાથે ગાળાગાળીનો ઓડીયો વાયરલ થયો હતો. રાજુ ઓડેદરાએ વિજય યાદવ સાથે કરેલી વાતચીતમાં વડોદરા કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, નેતા વિપક્ષ ચંદ્રકાન્ત શ્રીવાત્સવ અને નરેન્દ્ર રાવતના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક