ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ: રાજકોટમાં PGVCL કંપની દ્વારા ફ્લેટની કિંમત જેટલું બિલ ફટકારાયું, પરિવાર મુશ્કેલીમાં મુકાયો
રાજકોટના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ રેસકોર્સ પાર્ક ફ્લેટ આવેલા છે. જેમાં ફ્લેટ નં. 68/201ના વીજગ્રાહક જયંતભાઈ વાડોદરિયાના ઘેર તારીખ 5 માર્ચને શનિવારે પીજીવીસીએલના જ કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા.
ગૌરવ દવે/રાજકોટ: રાજ્યમાં અનેક વખત PGVCLના છબરડા સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરીથી એક સૌથી મોટો છબરડો સામે આવ્યો છે. અહીં 1 BHK ફ્લેટ ધારકને 10 લાખથી વધુનું બિલ ફટકારતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે. રેસકોર્સ પાર્કમાં રહેતા જયંતભાઈ વાડોદરિયાને 10.41 લાખનું બિલ આવ્યું હતું. મસમોટું બિલ આવતા મધ્યમવર્ગીય પરિવાર ચિંતામાં આવી ગયો હતો. બિલ ચૂકવવાની છેલ્લી તારીખ 15 માર્ચ છે. જેના કારણે પરિવારની મુશ્કેલી વધી ગઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ રેસકોર્સ પાર્ક ફ્લેટ આવેલા છે. જેમાં ફ્લેટ નં. 68/201ના વીજગ્રાહક જયંતભાઈ વાડોદરિયાના ઘેર તારીખ 5 માર્ચને શનિવારે પીજીવીસીએલના જ કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા.
જેમાં પીજીવીસીએલના કર્મચારીએ જાન્યુઆરી-ફેબ્રુઆરીનું વીજબિલ આપ્યું હતું. ગ્રાહકે જ્યારે બિલની રકમ જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, સામાન્ય રીતે દર બે મહિને બે હજાર જેટલું બિલ આવતું હતું પરંતુ અહીં તેમને PGVCL દ્વારા 10,41,368નું બિલ અપાયું હતું. એટલું જ નહીં, બિલ ભરવાની છેલ્લી તારીખ પણ 15 માર્ચ આપવામાં આવી હતી. જેના કારણે પરિવારની મુશ્કેલી વધી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube