પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણની ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં વર્ષ 2018-19 માટે પીએચડીના વિદ્યાર્થીઓની પ્રવેશ પરિક્ષા ઓન લાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 769 બેઠકો માટે હાલમાં ઓન લાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જે 5 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોર્મ ભર્યા બાદ થશે આ પ્રક્રિયા 
પીએચડી કરવામાં ઇચ્છુક વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની જુદા જુદા વિષયો પ્રમાણે પરિક્ષા યોજાશે, આ પ્રવેશ પ્રક્રિયામાં 95 ટકા ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે. જયારે અન્ય 5 ટકા એટલે કે 39 બેઠકો ઉપર અન્ય યુનીવર્સીટીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે તેવો નિર્ણય લેવાયો છે.


વધુમાં વાંચો...મજૂરી કરશે તો જ ભણશે ગુજરાત, સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓનો અભ્યાસ નહિ પણ મજૂરી


પીએચડીમાં પ્રવેશ મેળવવા ઓન લાઈન પરિક્ષા લેવાની પદ્ધતિનો ઉત્તર ગુજરાત યુનીવર્સીટીએ પ્રથમ વાર નિર્ણય કર્યો છે. જેથી પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતી થવાના આક્ષેપો ન થઇ શકે અને આ પદ્ધતિથી યુનીવર્સીટીની પારદર્શિતા જળવાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહિ થાય તેવું યુનિવર્સીટીનું માનવું છે.