સુરત :પ્રેમ માટે સાત સમુંદર પણ પાર થાય છે. પોતાના પ્રેમના પામવા માટે કંઈ પણ કરી છુટનારા લોકોના અસંખ્ય કિસ્સા આપણે જોયા છે. ત્યારે સુરતનો એક કિસ્સો રબને બના દી જોડી જેવો છે. સુરતના એક યુવકને ફેસબુક પર ફિલિપાઈન્સની યુવતી સાથે પ્રેમ થયો, આ પ્રેમને પામવા માટે યુવતી ફિલિપાઈન્સથી સુરત દોડી આવી. તેમાં પણ રસપ્રદ બાબત એ છે કે, સુરતનો યુવક 10 પાસ દિવ્યાંગ છે, ત્યારે ફિલિપાઈન્સની યુવતી પોતાનો દેશ છોડીને આ યુવક સાથે પરણવા સુરત આવી પહોંચી છે. 20 નવેમ્બરે તેમના લગ્ન લેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના લાઠી તાલુકના કલ્પેશભાઈ કાછડીયા સુરતમાં સ્થાયી થયા છે. તેઓ આગળ ભણી ન શક્યા હતા, તેથી સુરતના યોગીચોક વિસ્તારમાં પોતાની પાનની કેબિન ચલાવવાનુ શરૂ કર્યું. હાલ તેમની ઉંમર 43 વર્ષ છે. લોકો પ્રેમથી તેમને કલેક્ટર બોલાવે છે. કલ્પેશભાઈનો સંપર્ક વર્ષ 2017 માં ફિલિપાઈન્સની રેબેકા નામની યુવતી સાથે થયો હતો. રેબેકાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા, તેમણે સ્વીકારી હતી. તેના બાદ બંને વચ્ચે મિત્રતા ગાઢ થવા લાગી. 


આ પણ વાંચો : અજીબોગરીબ કિસ્સો, દર્દીના પેટમાંથી 330 પથરી નીકળી, મગથી લઈને ચણાના દાણા જેવડી સાઈઝ


અંગ્રેજી ભાષા પણ આવતી ન હોવા છતાં કલ્પેશભાઈએ રેબેકા સાથે વાતચીતનો દોર ચાલુ રાખ્યો. રેબેકા અંગ્રેજીમા મેસેજ મોકલે, તો કલ્પેશભાઈ મિત્રોને બતાવીને તેનો અર્થ સમજે. બાદમાં તેઓ મેસેજનું ગૂગલ ટ્રાન્સલેશન કરવા લાગ્યા. આ બાદ તેઓ અંગ્રેજીમાં જવાબ આપતા થઈ ગયા. જેથી બંને વચ્ચે વાતચીતનો દોર ચાલતો રહ્યો. આમ, બંને વચ્ચે સંબંધ ગાઢ બનતો ગયો. આમ, બંનેના વિચારોની આપલે થતા બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. એકબીજાની ખૂબી જામી. આમ, એક દિવસ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. 



લગ્નને લોકડાઉનનું ગ્રહણ
સતત પાંચ વર્ષના સંપર્ક બાદ રેબેકા અને કલ્પેશભાઈએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. બંનેના લગ્ન વર્ષ 2019 માં જ લેવાયા હતા. પરંતુ લોકડાઉનને કારણે રેબેકા આવી ન શકી. આમ, ત્રણ વર્ષ વીતી ગયા. આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું. રેબેકાના પરિવારે પણ તેને મંજૂરી આપી દીધી છે. તો બીજી તરફ કાછડીયા પરિવાર પણ નવી વહુને આવકારવા તૈયાર છે. 


આમ, રેબેકા હાલ લગ્ન માટે સુરત આવી પહોંચી છે. 20 નવેમ્બરે રેબેકા અને કલ્પેશભાઈ લગ્નગ્રંથિએ જોડાશે. આમ, સુરતના આ લગ્ન અજબ પ્રેમ કી ગજબ કહાની જેવા બની રહેશે.