રાજકોટ/રક્ષિત પંડ્યા : રાજકોટ (Rajkot)માં એક આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. આ મામલે બાળકીના પરિવારજનોએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આરોપી ભરત સોલંકી (Bharat Solanki)ની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ જાહેરમાં કર્યો ગજબ, બોલી કાનમાંથી કીડા ખરે એવી ગાળો


આ ઘટનાની વિગતો જોઈએ તો ઘંટેશ્વર પાસેના એક વિસ્તારમાં રહેતી મહિલાએ તેના જ કાકાજી સસરા ભરત કાનજીભાઈ સોલંકી (રહે.ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટર, જામનગર રોડ રાજકોટ) સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાની આઠ વર્ષની બાળા સાથે તેના દાદા ભરત સોલંકીએ તેના મકાનમાં બોલાવી તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 


અમદાવાદના આ વિસ્તારમાં રહેતા હો તો સાવધાન, તબિયતને થઈ શકે છે ભયંકર નુકસાન


આ બાળકી ચાર બે ભાઈ બે બહેનના પરિવારમાં વચેટ છે. તેના પિતા મજૂરીકામ કરે છે. બનાવ અંગે બાળાની માતાની ફરિયાદ પરથી પોલીસે ભરત સોલંકી સામે આઈપીસીની કલમ 354(બી), 506(2) તથા પોકસો એકટની કલમ 3,4 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...