ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં ભરતી થવા ઈચ્છતા ઉમેદવારો માટે શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી શરૂ થશે અને 31 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જણાવ્યા અનુસાર કુલ 16 લાખ જેટલી અરજીઓ આવી છે. રાજ્યભરમાં 15 ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવામાં આવશે. રાજ્યમાં પીએસઆઈ, લોકરક્ષક, બિન હથિયારધારી, પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની શારીરિક કસોટી લેવાશે. કુલ 12472 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ મહિનામાં ઈચ્છુક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જગ્યાએ યોજાશે શારીરિક કસોટી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આપેલી માહિતી પ્રમાણે પુરૂષ ઉમેદવારો માટે અમદાવાદ, ભરૂચ, જામનગર, કામરેજ, ખેડા-નડિયાદ, જૂનાગઢ, ગોધરા, મહેસાણા, ગોંડલ અને હિંમતનગરમાં શારીરિક કસોટી લેવાશે. જ્યારે મહિલા ઉમેદવારો માટે વડોદરા, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં શારીરિક કસોટી લેવાશે. આ સિવાય માજી સૈનિકોની શારીરિક કસોટી રાજકોટમાં 28 અને 29 જાન્યુઆરીએ લેવાશે.


આ પણ વાંચોઃ કચ્છના કંઢેરાઈ ગામમાં 33 કલાક સુધી બોરવેલમાં ફસાયેલી યુવતી જિંદગી સામેનો જંગ હારી


તમામ જગ્યાએ પરીક્ષાની તૈયારી પૂર્ણ
રાજ્યમાં પોલીસ ભરતી માટે જે 15 ગ્રાઉન્ડમાં ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની છે ત્યાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહેલી સવારે 5.30 કલાકથી શારીરિક પરીક્ષાનું આયોજન થશે. આ દરમિયાન ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત રહેશે. આ સિવાય મેડિકલ કેમ્પ અને અપીલ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે. જો કોઈ ઉમેદવારને ફરિયાદ હોય તો તે નોંધાવી શકશે. 


શારીરિક કસોટીમાં પુરૂષ ઉમેદવારો માટે 5000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવી ફરજીયાત છે. જ્યારે મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકેન્ડમાં પૂર્ણ કરવાની રહેશે. આ સિવાય માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકેન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.


કેટેગરી પ્રમાણે જગ્યા


બિન હથિયારી પીએસઆઈ (પુરુષ)316


બિન હથિયારી પીએસઆઈ (મહિલા)156


હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)4422


બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178


હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરુષ)2212


હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090


હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) (પુરુષ) 1000


જેલ સિપાઈ (પુરુષ)1013


જેલ સિપાઈ (મહિલા) 85કુલ


12,472