મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદના શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટરે ડીસીપી ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. તેમજ આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટર B D ગમારે આત્મહત્યાની ચીમકી ઉચારતા આજે  કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. તેમણે પોતાના જ DCP આર.એફ. સંગડા વિરુદ્ધ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. PI બી.ડી. ગમારે DCPના ત્રાસથી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો હાલ ફોન બંધ કરી દીધો હોવાની માહિતી મળી રહી છે. જોકે પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા પોલીસ બેડામાં આ બાબતે ચર્ચાનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. જોકે પોલીસ કંટ્રોલ રૂમ તારફથી આવો કોઈ મેસેજ નહિ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. 


[[{"fid":"200290","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Gamar.jpg","field_file_image_title_text[und][0][value]":"Gamar.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Gamar.jpg","field_file_image_title_text[und][0][value]":"Gamar.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Gamar.jpg","title":"Gamar.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


(તસવીર - B D ગમાર, PI શહેરકોટડા)


બીજી તરફ DCPએ ઓનલાઇન કામગીરી જલ્દી કરવા અને ભારણ ઓછું કરવા PI બી.ડી.ગમારને ઠપકો આપ્યો હતો. જેને લઈને આ પગલું ભરવા ચીમકી ઉચ્ચારી હોવાનું સામે આવી રહ્યું છે. PI બી.ડી.ગમાર છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન ફરિયાદ અને અરજી અપડેટ કરવામાં વિલંબ કરતા હોવાની વાત સામે આવી છે. 


[[{"fid":"200291","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RFSangada.jpg","field_file_image_title_text[und][0][value]":"RFSangada.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"RFSangada.jpg","field_file_image_title_text[und][0][value]":"RFSangada.jpg"}},"link_text":false,"attributes":{"alt":"RFSangada.jpg","title":"RFSangada.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


(તસવીર - આર.એફ સંગાડા, DCP ઝોન 3)


પીઆઇ આત્મહત્યાની ચીમકી મામલે ઝી 24 કલાકની ટીમે ડીસીપી ઝોન-3 આર.એફ.સંગાડાને પૂછતા તેમણે જણાવ્યું કે, હું આ વાતથી અજાણ છું. મારા ધ્યાને હજુ નથી આવી કોઈ બાબત નથી આવી. તમારે જાણવું હોય તો પીઆઇ સાથે જ વાત કરો.


ઉલ્લેખનીય છે કે, હજી 20 દિવસ પહેલા જ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ટ્રેની પીએસઆઇએ ખાનગી રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધાના બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. વર્ષ 2017-18 પીએસઆઈની ભરતીમાં પ્રથમ આવેલ દેવેન્દ્ર રાઠોડે ખાનગી રિવોલ્વરથી પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. ત્રણ પાનાની સ્યુસાઇટ નોટમાં પીએસઆઇએ કરાઈ એકેડેમીના ડીવાયએસપી એન.પી પટેલે આપેલા શારીરિક અને માનસિત ત્રાસ આપતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.