રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) ના પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પટેલ (sweety Patel) ને ગુમ થઈને 45 દિવસથી વધુ થઈ ગયા છે. પરંતુ હજી પણ FSL એ SDS ટેસ્ટ, પોલીગ્રાફ અને DNA ટેસ્ટના રિપોર્ટ આપ્યા નથી. જે આ કેસમાં મોટા પુરાવા સાબિત થઈ શકે છે. તો બીજી તરફ, પીઆઈ અજય દેસાઈનો ગાંધીનગર DFS ખાતે નાર્કો ટેસ્ટ શરૂ કરાયો છે. પીઆઈ અજય દેસાઈને નિષ્ણાત ડોક્ટર્સ સહિતની ફોરેન્સિક ટીમે ભાવનાત્મક સવાલો પૂછ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ


પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલો પોલીસ માટે કોયડો બન્યો છે. પોલીસ આ મામલે તમામ દિશામાં તપાસના ઘોડા દોડાવી રહી છે. 45 દિવસ બાદ પણ કોઈ અતોપત્તો ન લાગતા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ATSને સોંપી છે. સ્વીટી પટેલને શોધવા પોલીસે હવે એફએસએલનો સહારો લીધો છે. શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ ઉપરાંત આવશ્યકતા અનુસાર શંકાસ્પદ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સૌથી પહેલા શંકાના ઘેરામાં સ્વીટી પટેલના પતિ પીઆઈ અજય દેસાઈ (PI ajay desai) છે. જેમના વિવિધ ટેસ્ટ એફએસએલ દ્વારા કરવામાં આવી રહી છે. 


આ ઉપરાંત પોલીસે દહેજમાઁથી મળેલા માનવ અવશેષોના એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યાં હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યાં હતા. જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.


પોલીસે સ્વીટી પટેલના પૂર્વ પતિની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા હેતસ પંડ્યા સાથે પણ વાતચીત કરી છે, જે ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતરાઈ ભાઈ છે.