હિરેન ચાલીહા, દાહોદ: દાહોદના લીમડી પોલીસ સ્ટેશનના પીઆઇએ સ્થાનિકોને માર માર્યો હોવાનો આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા પીઆઇ વિરુદ્ધ કાયદેસની કાર્યવાહી કરવાની માગ સાથે હોબાળો કર્યો હતો. જેને લઇને લીમડી પોલીસ મથકે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ચીખલી : વહુને બચાવવા ગયેલા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગ્યો, ત્રણેયના મોત


દાહોદ શહેરના વરોડ ટોલનાકા પર સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવા મુદ્દે સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે પોલીસ દ્વારા સ્થાનિકોને દૂર કરવા લીમડી પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા સ્થાનિકોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો:- coronaupdates : અમદાવાદમાં આયુષ વિભાગમાં ડેપ્યુટેશન પર ગયેલા મહિલા તબીબ કોરોના સાથે દ્વારકા પરત ફર્યાં


સ્થાનિકોએ લીમડી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે ઝાલાએ ગાળાગાળી કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિકોએ પી.આઈ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે લીમડી પોલીસ મથકે હોબાળો કર્યો હતો. જેને પગલે લીમડી પોલીસ મથકે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube