અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું બેઠક સ્પષ્ટ થઈ ચુક્યું છે. સુરતને બાદ કરીએ તો લોકસભાની 25 બેઠકો માટે કુલ 265 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સૌથી વધુ ઉમેદવાર અમદાવાદ પૂર્વ બેઠક પર નોંધાયા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી સ્પષ્ટ કરી છે. ગુજરાતની કઈ બેઠક પર કેટલા છે ઉમેદવારો જુઓ આ રિપોર્ટમાં.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ લોકસભા ઉમેદવારો 266
કુલ પુરુષ ઉમેદવારો 247
કુલ મહિલા ઉમેદવારો 19
વિધાનસભા પેટા ચૂંટણી 24


ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણીના જંગમાં ઉતરેલા ઉમેદવારોનો આ આંકડો છે. એટલે કે, ગુજરાતની જનતા આગામી 7મી મેના રોજ આ 266માંથી જ પોતાના સાંસદની પસંદગી કરશે. ચોંકાવનારા આંકડા અમદાવાદ પૂર્વથી સામે આવ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતર્યા છે.


આ પણ વાંચોઃ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ તો અન્ય આઠે નામ લીધા પરત... અને સુરતમાં ભાજપની જીત


ફોર્મ પરત ખેંચવાના દિવસે અમદાવાદ પૂર્વ બેઠકની સ્થિતિની વાત કરીએ તો, અમદાવાદ 23 પૈકી 5 ઉમદેવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં 3 ઉમેદવાર રાષ્ટ્રીય અને રાજ્ય માન્ય પક્ષના જ્યારે 7 નોંધાયેલા પક્ષના અને 8 અપક્ષ ઉમેદવાર છે. સાથે સાથે અમદાવાદ પશ્ચિમમાં એકેય ફોર્મ પરત ખેંચાયું નથી એટલે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી 6 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે.


ક્ષત્રિયોના દબદબાનો જ્યાં દાવો થતો હતો એ રાજકોટ શહેરની વાત કરીએ તો, રાજકોટ શહેરમાં ભાજપ, કોંગ્રેસ અને પક્ષ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. અપક્ષ ઉમેદવાર અરદાસ દેસાણીએ ફોર્મ પરત ખેંચતા હવે પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે સીધી ટક્કર છે.


વડોદરાના વાઘોડિયામાં પેટા ચૂંટણીમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે.. ક્ષત્રિય સમાજની મિટિંગ બાદ મધુ શ્રીવાસ્તવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે.. તેથી હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં બે મત નથી.