ઝી બ્યુરો/વડોદરા: વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. હરણી બોટ કાંડમાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. જી હા...એડવોકેટ ઉત્કર્ષ દવેએ વડોદરા બોટ દુર્ઘટના મામલે SCમાં જાહેર હિતની અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા જણાવ્યું છે. આ સિવાય વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. તમને જણાવી દઈએ કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં 112 પીડિત પરીવાર વતી લડતા એડવોકેટે હરણી બોટ દુર્ઘટના મામલે SCમાં PIL કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO,ટાટાથી રેલવે સુધી છે કંપનીના કસ્ટમર


પીડિતોને વળતર
હરણી બોટ દુર્ઘટનામાં તપાસ અર્થે SITની રચના સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ છે. એડવોકેટ ઉત્કર્ષ દવેએ કરેલી અરજીમાં જણાવાયું છે કે ડિઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ અંતર્ગત આ દુર્ઘટના માટે વડોદરા કલેક્ટર જવાબદાર છે. જેથી વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરીને કાયદેસરના પગલા લેવા જણાવાયું છે. તથા પીડિતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું ફક્ત 6 લાખ રૂપિયા જ નહીં, પણ વધુ વળતર ચૂકવવા રજૂઆત કરાઇ છે.


રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી થાય છે ચમત્કાર, ધન પ્રાપ્તિના સર્જાય છે યોગ


7 સુપરકોપની SIT
મહત્વનું છે કે વડોદરા બોટ કાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. 7 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SITના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. 


મોટો નિર્ણય : રામ મંદિર માટે ગુજરાતની તમામ શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર


જ્યારે વડોદરા DCP પન્ના મોમાયા સુપરવિઝન અધિકારી, DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, ACP ક્રાઇમ એચએ રાઠોડ તપાસ અધિકારી, હરણી પોલીસ સ્ટેશનના PI સીબી ટંડેલ સભ્ય, ક્રાઇમ બ્રાન્ચના PI એમએફ ચૌધરી સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના PSI પીએમ ધાકડા પણ સભ્ય તરીકે SITની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.