• માછીમારોએ ડૂબી જતા ‘બચાવો બચાવો...’ ની રાડો પાડી હતી. ત્યારે પોર્ટ પર સ્ટેન્ડ બાય કોસ્ટગાર્ડની ટીમે આ દ્રશ્યો જોયા હતા

  • પીપાવાવ પોર્ટ અને શિયાળ બેટના દરિયા વચ્ચે લગભગ 8 કલાકથી વધુ સમય સુધી દિલધડક ઓપરેશન ચાલ્યું હતું

  • અંતે 22 જેટલા માછીમારોને કોસ્ટગાર્ડ ટીમ દ્વારા જીવના જોખમે બચાવી લેવાયા


કેતન બગડા/અમરેલી :માછીમારોની રોજગારી માછલીઓ પર હોય છે. પરંતુ આ રોજગારી બોટ વગર શક્ય નથી. બોટ દ્વારા જ તેઓ પોતાની રોજગારી મેળવી શકે છે. આવામા તૌકતે વાવાઝોડા (gujarat cyclon) એ માછીમારોની આ આવક પર બ્રેક લગાવી હતી. એટલુ જ નહિ, માછીમારોની બોટને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આવામાં સુસવાટા ભરતા પવન વચ્ચે પોતાની બોટને બચાવવા ગયેલા માછીમારો દરિયામાં ફસાયા હતા. જેમને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા 8 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ બચાવી લેવાયા હતા.


આ પણ વાંચો : ગુજરાતમાં ફરીથી નીકળી સરકારી નોકરીમાં ભરતી, એપ્લિકેશન કરવા માટે માત્ર 5 દિવસ બાકી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૌકતે વાવાઝોડા વચ્ચે વાવાઝોડાની રાત્રે પીપાવાવ કોસ્ટગાર્ડ જવાનો દ્વારા દિલધકડ રેસ્ક્યૂ (rescue) ઓપરેશન પાર પાડવામા આવ્યું હતું. શિયાળબેટ ટાપુએ લાંગરેલી જેટલી બોટ વાવાઝોડાના પવનને કારણે દરિયામાં તણાઈ ગઈ હતી. પોતાની બોટો દરિયો ખેંચી જતા માછીમારોના જીવ પડીકે બંધાયા હતા. તેથી માછીમારો (fishermen) પોતાની બોટ દરિયામાં લેવા ગયા હતા. 


આ પણ વાંચો : મૂછો રાખવા મામલે દલીત યુવક પર હુમલો, વચ્ચે પડેલી બહેનને પણ માર માર્યો


લગભગ 22 જેટલા માછીમારો પોતાની બોટોને બાંધવા દરિયામાં ગયા હતા. પરંતુ તેઓ વાવાઝોડામાં ફસાઈ ગયા હતા. આવામાં જીવ જોખમ પર આવી જતા માછીમારોને ડૂબવાનો ભય લાગ્યો હતો. તેથી તેઓએ ડૂબી જતા ‘બચાવો બચાવો...’ ની રાડો પાડી હતી. ત્યારે પોર્ટ પર સ્ટેન્ડ બાય કોસ્ટગાર્ડની ટીમે આ દ્રશ્યો જોયા હતા. 



પીપાવાવની કોસ્ટગાર્ડ ઇમરજન્સી બોટ સાથે જાંબાજ જવાનોઓ વાવાઝોડા વચ્ચે માછીમારોને બચાવવા દરિયા વચ્ચે પહોંચ્યા હતા. પીપાવાવ પોર્ટ અને શિયાળ બેટના દરિયા વચ્ચે લગભગ 8 કલાકથી વધુ સમય સુધી દિલધડક ઓપરેશન ચાલ્યું હતું. જેના અંતે 22 જેટલા માછીમારોને કોસ્ટગાર્ડ ટીમ દ્વારા જીવના જોખમે બચાવી લેવાયા હતા.