આણંદ જિલ્લામાં નોટબુકોનું વિતરણ કરીને ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં ગોકુલધામ નાર ખાતે ગોકુલધામ નાર સંસ્થા દ્વારા હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયાના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે ૧૦૮ ફૂટના સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જયારે જિલ્લાના ૩૬૫ ગામની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. જેને સૌથી મોટી નોટબુકોની લાઇન અને ર૪ કલાકમાં સૌથી વધુ દાન મારફતે શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણએ ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવ્યું હતું.
આણંદ : જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં ગોકુલધામ નાર ખાતે ગોકુલધામ નાર સંસ્થા દ્વારા હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયાના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે ૧૦૮ ફૂટના સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જયારે જિલ્લાના ૩૬૫ ગામની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. જેને સૌથી મોટી નોટબુકોની લાઇન અને ર૪ કલાકમાં સૌથી વધુ દાન મારફતે શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણએ ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવ્યું હતું.
દરેકે દરેક જિલ્લામાં 10-12 પછી શું તેનું માર્ગદર્શન આપવા સરકાર સેમિનારનું આયોજન કરશે
ગોકુલધામ નાર દ્વારા જિલ્લાના ૩૬૫ ગામોની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાના ૨,૦૦,૬૬૨ વિદ્યાર્થીઓને મોટી સાઇઝની ૪ લાખથી વધુ નોટબુક, ૨ લાખથી વધુ પેન્સિલ, ૫૫ હજારથી વધુ લંચ બોકસ અને બે લાખ બીસ્કીટના પેકેટની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નોટબુકોની ૨.૫ કિ.મી.લાંબી લાઇન કરવામાં આવી હતી. જે શૈક્ષણિક કીટનું વજન અંદાજે ૫૬.૫ ટન હતું.આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ અને કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube