Illegal Immigration : ગમે તે થાય પણ ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ છુટતો નથી. ગુજરાતીઓ ગમે તે ભોગે અમેરિકા જવા માંગે છે. આવામાં હાલ અમેરિકામાં ઘૂસણખોરી કરતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પકડાયા છે. ફ્રાન્સના રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઈટ રોકી કારી છે. જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટાભાગના મહેસાણા જિલ્લાના 
પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓ મોટાભાગના મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે. અંદાજિત 96 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હોવાનું ખુલ્યું છે.  આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. 


મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ


વડસ્માનો યુવક ત્રણ મહિનાથી ગાયબ
પકડાયેલા પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મૂકાયા છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ચેતન નામનો યુવક આજથી લગભગ બે થી ત્રણ મહિના પૂર્વે અમેરિકા જવા માટે તેની બાજુના ગામના કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હોવાની આશંકા છે. ત્યારે હવે ફ્રાન્સના એરપોર્ટથી નામ ખૂલશે તો જ સત્ય બહાર આવશે. 


શું છે મામલો
લિજેન્ડ એરલાઈન્સે એક ચાર્ટર્ડ પ્લેને ગત ગુરુવારે નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્રાન્સના વેત્રી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ હતું. આ એરપોર્ટ ફ્રાન્સની રાજધાની પેરિસથી અંદાજે 150 કિલોમીટર દૂર છે. આ વચ્ચે ફ્રાન્સની પોલીસને સૂચના મળી હતી કે, વિમાન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે. જેના બાદ પોલીસે વિમાનને એરપોર્ટ પર જ રોકી દીધું છે. 


માથા પર લાગેલું કલંક ધોઈ કચ્છી ખેડૂતોએ કમાલ કરી, નર્મદાના પાણીથી અનોખી ખેતી કરી


વિમાનમાં 300 થી વધુ મુસાફરો સવારી કરી રહ્યા હતા. જેમાં મોટાભાગના ભારતીય મૂળના છે. લિજેન્ડ એરલાઈન્સના વકીલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, એરલાઈન્સે કંઈ પણ ખોટુ નથી કર્યું. જો ફ્રાન્સે આરોપ લગાવ્યો છે કે, અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. 


વિમાનમાં ફસાયેલા મુસાફરોનું શું થશે
ફ્રાન્સના કાયદા અનુસાર, ફ્રાન્સની બોર્ડર પોલીસ ચાર દિવસો સુધી વિદેશી નાગરિકોને ફ્રાન્સમા રોકી શકે છે. વિશેષ પરિસ્થિતિમાં આઠ દિવસો સુધી મુસાફરોને રોકવામાં આવી શકે છે. 


આ પ્લેનમાં 21 માસથી લઈને 17 વર્ષના સગીર સુધીના મુસાફરો પણ છે. તો કેટલાક બાળકો સાથે કોઈ વાલી પણ નથી. આ ફ્લાઈટના મુસાફરોમાં 96 જેટલા મુસાફરો મૂળ ગુજરાતી છે. જેમણે દૂબઈથી મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆની ફ્લાીટ અન્ય મુસાફરો સાથે પકડી છે. સૂત્રોના અનુસાર, અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા માટે આ લોકો વ્યક્તિદીઠ 70 થી 80 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. 


શકુની મામા પાસે હતી અદભૂત શક્તિ, જાદુઈ પાસાથી તેઓ ક્યારેય કોઈ બાજી નથી હાર્યા