Coronaથી બચવા માટે વડોદરામાં જબરદસ્ત પ્લાનિંગ, લેટેસ્ટ માહિતી જાણવા કરો ક્લિક
તબીબી વ્યવસ્થાની વાત કરીએ તો કોરોનાના દર્દીઓની સંખ્યા વડોદરામા વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરમાં કોરોના દર્દીઓ માટે 975 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.
રવિ અગ્રવાલ, વડોદરા : વડોદરામાં કોરોના વાયરસ (Corona virus)ના કેસમાં ઝપાટાભેર વધારો થઈ રહ્યો હોવાના કારણે હવે તંત્રએ જબરદસ્ત પ્લાનિંગ કરીને એના પર અમલ કરવાનું શરૂ કરી દીધું છે જેથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય. વડોદરામાં કોરોનાના કેસ વધવાનો મામલે આજથી ઝોન સ્ટ્રેટજી મુજબ કામગીરી કરાશે અને રેડ, ઓરેન્જ તેમજ યલો ઝોનમાં લોકોનું સ્ક્રિનિંગ કરવામા આવશે. આ સ્ક્રિનિંગ અંતર્ગત 89 જેટલી ટીમો 28,986 ઘરોમાં જઈને 1.42 લાખ લોકોનું સ્ક્રિનિગ કરશે તેમજ તેમને વ્યક્તિગત રીતે શરદી, ખાંસી કે તાવ છે કે નહિ એનો સર્વે કરશે.
આ સિવાય વડોદરામાં આજથી શાકભાજીનું વેચાણ નહિ કરાય. APMC અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે વેપારી સાથે સંકલન કરી 12 વોર્ડમાં ટેમ્પો અને ટ્રેક્ટર દ્વારા આ વેચાણ કરાતું હતું. જોકે ટ્રેકટર અને ટેમ્પો ચાલકને પોલીસ માર મારતી હોવાથી વેપારીઓએ શાકભાજી ન વેચવાનો નિર્ણય લીધો છે. આ મામલે પાલિકાના અધિકારીઓએ વેપારીઓને સમજાવવાના પ્રયાસો શરૂ
કર્યા છે.
તબીબી વ્યવસ્થાની વાત કરીએ તો કોરોનાના દર્દીઓની સંખ્યા વડોદરામા વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરમાં કોરોના દર્દીઓ માટે 975 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ટુંક સમયમાં બેડની ક્ષમતા વધારીને 5000 કરી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube