હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મૂકવામાં આવ્યો છે. 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 અફઘાની આતંકી ભારતમાં ઘૂસ્યા, ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર એલર્ટ રહેવાનો મેસેજ મોકલાયો 


પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગાંધીનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારને પ્રથમ તબક્કામાં 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી વખતે 1000 રૂપિયા અને ત્રીજી વખત પકડાતા 2500 રૂપિયાનો દંડ કરાશે. આ ઉપરાંત સામાન્ય સભામાં રંગમંચના ભાડાઓમા વધારો કરવામાંની દરખાસ્ત મુકવામાં આવી હતી અને કોર્પોરેશનના સભ્યોના પગાર ભથ્થા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. મેયર રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્યસભાની બેઠક બપોરે મળી હતી, જેમાં આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા. 


દેશના અડધા રાજ્યોમાં પૂરને કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાં ડૂબ્યો, રોજની માંડ 100 ટ્રક પણ નીકળતી નથી


શ્રાવણિયા જુગાર પર પોલીસની ધોંસ વધી, રવિવારની રજામાં અમદાવાદ પોલીસે 40 જુગારી પકડ્યા 


પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે AMCની લાલ આંખ
પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બે દિવસથી કાર્યવાહી કરી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પણ તપાસ કરાઈ છે. બે દિવસ પૂર્વે 968 સ્થળે ચેકિંગ કરી 21 દુકાનો સીલ કરાઇ હતી. કેટલાય સ્થળેથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો પશ્ચિમ ઝોનમાં કેટલીક દુકાનો-ગોડાઉન પણ સીલ કરાયા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :