નવરાત્રિનો દિવસ હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન લોકો મા દુર્ગાની ઉપાસના કરે છે. લોકો માતાને પોતાની તમામ મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. આ વર્ષે નવરાત્રિ 10 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આમ તો હિન્દુ ધર્મમાં પૂજા પાઠ કરીને કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ આ 9 દિવસોમાં લોકો વધુ સજાગ થઈ જતા હોય છે. કેટલાક વ્રત કરે છે, તો કેટલાક યજ્ઞ કરાવે છે. કેટલાક આ દિવસોમાં નોન-વેજ અને દારૂનું સેવન છોડી દે છે. તો કેટલાક એવા પણ છે જે જૂતા-ચપ્પલ અને ચામડાની વસ્તુને પહેરતા નથી. નવરાત્રિનું મહત્વ શ્રદ્ધા સાથે જોડાયેલું છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તે બહુ જ મહત્ત્વનું છે. નવરાત્રિની કેટલીક પ્રથાઓ એટલી ફાયદાકારક છે, કે તેને 9 દિવસ અપનાવવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગની ગરમી કફને દૂર રાખે છે
આ સમયે ધરતી હળવી ગરમ રહે છે. આ સમયે જમીન પર ઊઘાડા પગે ચાલવાથી ધરતીમાંથી નીકળતી ગરમી પગ દ્વારા થઈને શરીરમાં જાય છે. જેનાથી તમારા શરીરને એનર્જિ મળે છે. આ બાબત વરસાદની સીઝનથી આપણા શરીરમાં આવેલા ચેન્જિસને બદલે છે, અને સાથે જ નરમાશ શોષી લે છે. તેનાથી તમારા શરીરની અંદર રહેલી કફ કે ઠંડકની સમસ્યા દૂર થઈ જાય છે. 


એક્યુપ્રેશર પોઈન્ટ્સથી પડે છે અસર
નવરાત્રિના સમયે જ્યારે તમે ઉઘાડા પગે ચાલો છો, તો તમારા પગમાં એક્યુપ્રેશર પોઈન્ટ્સ પર દબાણ કરે છે. આ પોઈન્ટ્સ પર દબાણ પડવાથી આખા શરીરમાં પોઝીટિવ અસર થાય છે. નવ દિવસ સતત ઉઘાડા પગે ચાલવાથી કમ્પ્લીટ એક્યુપ્રેશર થેરેપી થાય છે. જેનાથી તમે લાંબા સમય હેલ્ધી રહી શકો છો.


રક્તનો પ્રવાહ તેજ થાય છે
નવરાત્રિ દરમિયાન સતત નવ દિવસ ઊઘાડા પગલે ચાલવાથી પગની નસો પર દબાણ પડે છે. તેનાથી આપણા રક્તનો પ્રવાહ તેજ થઈ જાય છે. આ કારણે તમામ બ્લોકેજ પણ દૂર થઈ જાય છે. તેનાથી વ્યક્તિ હેલ્ધી રહે છે. પરંતુ ધ્યાન રાખો કે, જો તમને ડાયાબિટીસ, આર્થરાઈટિસ, પેરિફેરલ વેસ્ક્યુલર ડિસીઝ છે, તો ભૂલથી પણ ઉઘાડા પગે ન ચાલતા. આ બીમારીઓ ઉઘાડા પગે ચાલવાથી વધી શકે છે.