ગુરુદ્વારા લખપત સાહિબ સમયની દરેક ગતિનું સાક્ષી રહ્યું છે : PM મોદી
કચ્છ (kutch) ના ગુરુદ્વારા લખપત સાહિબમાં પીએમ મોદી (PM Modi) વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કાર્યક્રમમમાં હાજરી આપી હતી. ગુરુનાનકજીની યાદમાં દર વર્ષે આ ગુરુપર્વ મનાવાય છે. જે 23 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ઉજવાય છે. ગુરુ નાનક દેવજી ભારત યાત્રા દરમિયાન લખપતમાં રોકાયા હતા. અહીં ગુરુદ્વારા લખપત સાહેબ ખાતે તેમની ઘણી યાદગાર વસ્તુઓ સાચવીને રખાઈ છે. ગુરુનાનકજીની લાકડાની ચાખડી, પાલકી સચવાઈ છે. ગુરુનાનક દેવજીના હાથથી ગુરુમુખીમાં લખેલ વિચાર સામેલ છે. 2001ના ભૂકંપ દરમિયાન લખપત ગુરુદ્વારામાં ઘણુ નુકસાન થયુ હતું. તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ ગુરુદ્વારનું સમારકામ કરાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીનું આ પગલું શીખ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે.