Vadodara News : સંસ્કારી નગરીમાં લખાયો ભારત અને સ્પેનના સંબંધોનો નવો અધ્યાય છે. વડોદરામાં PM મોદીએ સ્પેનના PM સાંચેઝ સાથે મેગા રોડ શો કર્યો હતો. બંને દેશના PMને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે જ વડોદરામાં ટાટાની એડવાન્સ સિસ્ટમ ફેસિલિટીનું પણ બંને દેશોના વડાપ્રધાને સાથે મળીને ઉદઘાટન કર્યું. ત્યારે હવે યુદ્ધ વિમાન ઘર આંગણે જ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે આ પ્રસંગે સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મારા મિત્ર પેડ્રો સાચેજની આ પ્રથમ ભારત યાત્રા છે. સ્પેન અને ભારતની પાર્ટનરશીપને નવી દિશા આપી રહ્યાં છે. C૨૯૫ માટે ફેક્ટરીની શરૂઆત આજે કરીએ છીએ. જે મેક ઈન ઈન્ડિયાને સશક્ત બનાવશે. નવા ભારત, નવા વર્ક કલ્ચરને રીફલેક્ટ કરે છે. ઓક્ટોબર માસમાં ફેક્ટરીનું નિર્માણ કાર્ય શરૂ થયું, આજે 2 વર્ષ બાદ અહીંયા એરક્રાફ્ટ બનશે. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે બોમ્બબર્ડિયાર કંપનીના પ્લાન્ટને હું એ રેકોર્ડ સમયમાં શરૂ કરાવ્યો હતો. દેશમાં નિર્માણ પામેલ એરક્રફ્ટ આપને અન્ય દેશોને વેચીશું. ભારતમાં ડિફેન્સ મેન્યુફેકચરીંગ સિસ્ટમ ખૂબ આગળ વધી રહ્યું છે.



રોડ શો ઉભો રાખીને બંને વડાપ્રધાન દિવ્યાંગોને મળ્યા
ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા. રોડ શોનો કાફલો આ તરફથી પસાર થયો અને તેવામાં બન્ને વડાપ્રધાનોની નજર આ છાત્રા પર ગઇ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો. બન્ને મહાનુભાવો પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા હતા અને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેમની પાસે પહોંચી ગયા હતા. દિયાએ બન્ને વડાપ્રધાનોને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી હતી. જેને બન્ને મહાનુભાવોએ સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી.