Loksabha Election 2024: જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું હતું. કુલ 31 મિનિટના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉપરાંત મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આપ સૌએ આપેલ શિક્ષા અને સંસ્કારને કારણે દુનિયામાં આજે ભારતનો ડંકો વાગે છે..ગત 10 વર્ષમાં મે ક્યારેય પાછું વળીને જોયું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે, હૃદયમાં એક જ ભાવ એ છે મારું ભારત..2024 માં એક મોટા સંકલ્પ સાથે પલ પલ દેશ માટે ખપાવી દેવી છે..ભારતમાં સ્થિર અને મજબૂત સરકાર દુનિયા માટે પણ મહત્વની હોવાનું મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું..વધુમાં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોદીના આવ્યા પહેલા બે સંવિધાન હતા. એક સંવિધાન થી દેશ ચાલતો હતો અને બીજાથી કાશ્મીર ચાલતું હતું.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલના અધૂરા કામ પુરા કરવાના છે તે વાત પણ જણાવી હતી..370 અને CAA મામલે કોંગ્રેસના વલણને લઇ મોદીએ શાબ્દિક પ્રહાર કર્યા હતા..સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત અને કોંગ્રેસ સત્તામા આવશે તો ગુજરાત માટે હાલાત ખરાબ કરશે..મોદી સરકારમાં સેટેલાઇટથી દ્વિપ માટે સર્વે કરાયા ની વાત પણ જણાવી..કોંગ્રેસનું હાલે તો એ હિમાલયની ટોચના પણ સૌદા કરત. 


મોદીએ ઘર ઘર નળની સુવિધા આપી હોવાની વાત પણ કહી હતી..નવા ઇન્ફષ્ટ્રકચર કામને વેગ આપ્યાની વાત જણાવી અને દુનિયાના પ્રવાસીઓને અહીં લાવવા છે તેનો ઉલ્લેખ પણ પોતાના સંબોધન માં કર્યો હતો. અંતમાં મોદીએ ગુજરાતની 26 સીટ અને દરેક બુથ જીતવા માટે ઉપસ્થિત કાર્યકર્તા અને લોકોને અપીલ કરી હતી.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્પીચના અંશો;-


  • જય ગીરનારી સાથે સભા સંબોધી

  • મારુ સૌભાગ્ય છે કે જૂનાગઢની ભૂમિ પર આવવું

  • શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ અને મહેશગીરી બાપુને સ્ટેજ પર થી દેખાઈ છે તેવું સંબોધન કર્યું

  • તમામ સાધુ સંતોને સ્ટેજ પર થી સંબોધ્યા

  • 10 વર્ષમાં મેં ક્યારેય પાછું વળીને જોયું નથી

  • બસ એક જ વાત મારુ ભારત

  • મોટો સંકલ્પ લઈને કામ કરૂં છું...2024માં મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારો સમય, ઈશ્વરે આપેલો સમય પલ પલ દેશ માટે ખપાવી દેવી છે....

  • 24×7 ફોર 2047....સપનું છે વિકસિત ભારતનું....2047માં દેશ 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ એવું કહે કે ભારત વિકસિત બની ગયું છે...

  •  

  • મજબૂત સરકાર મહત્વ પૂર્ણ છે : PM

  • મારા માટે ચૂંટણી એમ્બેશન માટે નથી...દેશની જનતાએ 2014માં જ એમ્બેશન પૂર્ણ કરી દીધું છે...

  • 2024ની ચૂંટણી મોદી મિશન માટે છે : PM

  • કોંગ્રેસ કહે છે કે, કશ્મીરમાં મેં 370 ખતમ કર્યું તે પરત લાવશે તેવું કોંગ્રેસ કહે છે....

  • પંચાયત થી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસની સરકાર હતી...

  • તેમ છતાં તેમણે દેશભરમાં એક સંવિધાન લાગુ નહોતું કર્યું...

  • કોંગ્રેસની સરકારમાં બે સંવિધાન દેશમાં હતા...

  • કશ્મીરમાં અલગ સંવિધાન હતું...

  • કલમ 370ને જમીનમાં ગાડ ચુકા હું : PM

  • કોંગ્રેસના સેહજદાને જાહેરમાં કહું છું કે કલમ 370 ફરી લાગુ કરી જોવે...

  • કોંગ્રેસને કહ્યું, ન 370 હટાવી શકશો ન કે CAA હટાવી શકશો

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ તલાકનો મુદ્દો જૂનાગઢમાં ઉઠાવ્યો

  •  

  •  

  • મેં ત્રણ તલાક હટાવ્યું... કોઈ સિરફિરા ત્રણ તલાક આપે અને દીકરી અને તેના પરિવારનું જીવન બરબાદ કરે તે ન ચલાવી લેવાય : પ્રધાનમંત્રી

  • સરદાર પટેલ છે કે જેનું આટલું મોટું યોગદાન છે...

  • દેશને એકત્ર કરવાનો મુદ્દો ઉઠાવ્યો...

  • સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત : PM

  • કોંગ્રેસ સત્તામાં આવશે તો ગુજરાત માટે ખતરો : PM

  • ભારત પાસે કેટલા દ્વીપ છે તે મેં સેટેલાઇટ થી સર્વે કર્યો...

  • 1300 દ્વીપ છે જેમાંથી અમુક દ્વીપ તો સિંગાપોર કરતા પણ મોટા છે....

  • હું આ દ્વિપોને વિકસિત કરીશ...

  • કોંગ્રેસે દ્વિપોને વેંચી દીધા અને સોદાઓ કર્યા...

  • કોંગ્રેસ તો હિમાલયની ચોંટીનો પણ સોદો કરી નાખે...

  • કેમ કે ત્યાં કોઈ રહેતું નથી એટલે...

  • દેશમાં રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનોમાં લાવરીશ વસ્તુઓ અડવી નહિ તેવી સૂચનાઓ ચાલતી...

  • લોકોમાં ડર રહેતો હતો...

  • હું આવ્યો ઓછી આવી સૂચનાઓ સાંભળવા મળે છે ?

  • પાકિસ્તાન ઈચ્છે છે કે, કોંગ્રેસ આવે તો ફરી પાકિસ્તાનના દિવસો આવે : PM

  • કોંગ્રેસ નકાબ ઉતારી અસલી રૂપમાં આવી ગઈ છે : PM મોદી

  • 500 વર્ષ સુધી અયોધ્યામાં રામ મંદિર બન્યું નહિ....

  • કોંગ્રેસે આઝાદીના 50 વર્ષે પણ રામ મંદિર ન બનાવ્યું...

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું, અમારૂં ઉદ્દેશ ભગવાન રામને હરાવવાનો છે...

  • ભગવાન રામને હરાવી કોને જીતાડવા માંગે છે : PM

  • 500 વર્ષ પહેલાં આજ વિચારો સાથે મુગલોએ રામ મંદિર અને સોમનાથ મંદિર તોડ્યું હતું....

  • કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવા મજહબી વોટ બેન્ક પર ઉતરી છે : PM

  • કોંગ્રેસ માટે તુષ્ટિકરણ અને અમારા માટે સંતુષ્ટિકરણ છે : pm

  • બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાનમાં ધર્મના નામે આરક્ષણ આપવાનું કહ્યું જ નહોતું....

  • કોંગ્રેસે કર્ણાટકમાં મુસ્લિમોને આરક્ષણ આપ્યું...

  • OBCમાં મુસ્લિમોને સમાવેશ કરી દીધું...

  • મોદી જીવતો છે ત્યાં સુધી ધર્મના નામે આરક્ષણ નહિ થવા દઉં : PM

  • કોંગ્રેસ મારી ચુનોતી થી ભાગી રહી છે : PM

  • અમે ગુજરાતના સમુદ્ર તટ પર ફિસિંગને પ્રોત્સાહિત કરીશું...

  • બ્લુ ઇકોનોમિક ને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ...

  • ભાજપની સરકારમાં અમે ફિસરીશ ડિપાર્ટમેન્ટ બનાવ્યું...

  • અમરેલીમાં 30 હજાર હેકટરમાં નર્મદા નીર આપ્યા...

  • કેશોદ એરપોર્ટને મારે ગાજતું કરવું છે : PM

  • મારે ટુરિઝમ ક્ષેત્રે વિકસાત કરવો છે

  • ગોર સોમનાતજ, કોડીનારમાં મોટા પોર્ટ બનાવવાનો સંકલ્પ છે

  • PM સૂર્યોદય યોજના લાભ લેવા અપિલ...

  • ઘરની વીજળી ફ્રી થઈ જશે

  • 3 કરોડ દીકરીઓને મારે લખપતિ દીદી બનાવવી છે

  • અત્યાર સુધીમાં 1 કરોડ ને લખપતિ દીદી બનાવી દીધી છે : PM

  • ભારતમાં બહુમતી સરકાર માટે 272 સીટ જોઈએ...

  • ભાજપ સિવાય અન્ય કોઇ પાર્ટી 272 સીટ પર ચૂંટણી લડતા જ નથી : PM