વડોદરા :વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાવાગઢના મહાકાલી માતા પ્રત્યેની આગવી શ્રદ્ધા-આસ્થા છે. આજે 5 સદી બાદ મંદિરના શિખર પર ધજા ચઢી હતી. આ ધજા ચઢાવીને પીએમ મોદીએ પોતાને ધન્ય ગણ્યા હતા. આ સમયે જાણે ભગવાન પણ સાક્ષી બન્યા હોય તેમ ધુમ્મસવાળા વાતાવરણ અને વરસાદના અમી છાંટણા થયા હતા. જોકે, પાવાગઢ મંદિરમાં ચઢતા સમયે નરેન્દ્ર મોદીની ફિટનેસ દેખાઆવી હતી. ફીટ ઇન્ડિયાના પ્રણેતા વડાપ્રધાન યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથિયાં ચડીને મહાકાલી માતા મંદિર દર્શને પહોંચ્યા હતા. ઉંમર છતા તેઓને ઉપર પહોંચ્યા પછી શ્વાસ ચઢ્યો ન હતો કે તેઓ હાંફ્યા પણ ન હતા. ત્યારે ત્યા હાજર તમામ લોકો તેમની સ્ફૂર્તિને જોઈ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના કાલિકા માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. પાવાગઢ વડાતળાવ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે  ધુમ્મસભર્યા વાતાવરણની સાથે વરસાદના અમી છાંટણા પણ પડી રહ્યા હતા. વરસાદ વચ્ચે પીએમ મોદી પાવાગઢના પગથિયા સડસડાટ ચઢી ગયા હતા. યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ  અને ગતિથી મંદિરના પગથિયાઓ ચડીને માતાજીના દર્શને શ્રધ્ધાપૂર્વક પહોચ્યા હતા અને મહાકાલી માતાના પૂજન-અર્ચન-આરતી કર્યા હતા.



આ પણ વાંચો : Hira Ba birthday : કોણ છે અબ્બાસ, જેને હીરા બાએ દીકરા નરેન્દ્રની જેમ જ ઉછેર્યો


ઉલ્લેખનીય છે કે, કાલિકા માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને રોપ-વે મારફત મંદિર પરિસરમાં પહોચ્યા પછી પણ માતાજીના દર્શન કરવા પગથીયા ચઢીને જવું પડે છે, તેવી જ રીતે વડાપ્રધાન પણ સામાન્ય શ્રદ્ધાળુની જેમ પગથીયા ચઢીને મા મહાકાળીના દર્શને પહોચ્યા હતા અને  માતાના દરબારમાં શીશ નમાવી આશિર્વાદ મેળવ્યા હતા. 



આપણે બધા જાણીએ છીએ કે, પીએમ મોદી રોજ સવારે વહેલા ઉઠીને નિયમિત યોગ અને કસરત કરે છે. તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે હોય સવારે ઉઠીને કસરત કરવાનુ ક્યારેય ભૂલતા નથી. તેઓ ભારતીય યોગના મોટા પ્રચારક છે. તેમના કારણે જ વિદેશોમાં યોગની સ્વીકૃતિ થઈ અને આજે વિશ્વના અનેક દેશો યોગ દિવસ ઉજવે છે. જો ફીટનેસની વાત આવે તો આજના યુવાનિયા પણ તેમને હરાવી શકે તેવા નથી.