ઝી ન્યૂઝ/વલસાડ: PM મોદીએ વલસાડને આરોગ્યધામની ભેટ આપી છે. ધરમપુરમાં 250 બેડની શ્રીમદ રાજચંદ્ર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ ઈ-લોકાર્પણ કરી લોકોને ભેટ આપી છે. આ હોસ્પિટલ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે. ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કરતા જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થશે. લોકોને અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે. 200 કરોડથી વધુના ખર્ચે 8 એકર જમીનમાં અદ્યતન હોસ્પિટલ તૈયાર કરાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારનો આપણને લાભ મળી રહ્યો છે. સૌના સાથ અને સૌના વિકાસ માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છીએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન તિરંગો લહેરાવવો. 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવે તેવી નેમ છે.


આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનો ઉદ્ઘાટન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરાયો છે. શાસ્ત્રોમાં કહેવાયું છે, 100 જીવતી ગુણાયસ્ય, ધર્મો યસ્ય જીવતી, એટલે જેમના ગુણધર્મ જેમના કર્તવ્ય જીવીત રહે છે તે જીવીત રહે છે, અમર રહે છે. જેમના કર્મ અમર હોય છે તેમની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરતી રહે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો આજનો કાર્યકર્મ આજ શાસ્વત ભાવનું પ્રતિક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube