અમદાવાદ :આજે રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ વલસાડ અને ભાવનગરમાં હાજરી આપીને ગુજરાતની જનતા વચ્ચે ઝંઝાવાતી પ્રચાર કરશે. રવિવારે PM મોદી વલસાડ જિલ્લાના પ્રવાસે છે. તેઓ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા નાનાપોઢા ખાતે સભા સંબોધન કરશે. તો તેઓ ભાવનગરમાં પણ હાજરી આપશે. વડાપ્રધાનની હાજરીમાં ભાવનગરના જવાહર મેદાન ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં માતાપિતા ગુમાવનાર, તેમજ સમસ્ત હિન્દુ સમાજની 522, ઉપરાંત મુસ્લિમ સમાજની 27 અને ખ્રિસ્તી સમાજની 3 સહિત 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના હોદેદારો પણ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીનું રવિવારનું શિડ્યુલ


  • સુરત એરપોર્ટ પર આગમન બપોરે 12.00 કલાકે 

  • સુરતથી વલસાડ કપરાડા 3.00 વાગે સભા  

  • વલસાડથી ભાવનગર 5.00 થી 5.30 વાગે પહોંચશે, જ્યાં 50 થી 60 મિનિટ રોકાશે

  • 1 કલાક લગ્ન સમારોહમાં હાજરી આપશે.

  • ત્યાર બાદ ભાવનગરથી દિલ્હી જવા રવાના 


 
આજે રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે, તેઓ મારુતિ એમ્પેક્ષ ફાઉન્ડેશનના લખાણી પરિવાર દ્વારા આયોજિત ‘પાપા ની પરી’ 552 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે વડાપ્રધાનની સુરક્ષાને લઈને લગ્ન સ્થળ એવા જવાહર મેદાન ખાતે ચુસ્ત બંદોબસ્ત સાથે સમગ્ર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.



ભાવનગર શહેરના જવાહર મેદાન કે જેને પિતૃ વાત્સલ્ય સંકુલનું ઉપનામ આપવામાં આવ્યું છે, જ્યાં રવિવારે માતાપિતાની છત્રછાયા ગુમાવી દેનાર સર્વ જ્ઞાતિઓની 552 દીકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરાયુ છે. મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશનના લખાણી પરિવાર દ્વારા આ આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી તેમજ શ્રી શ્રી રવિશંકર, બાબા રામદેવ સહિત અનેક સંતો મહંતોની વિશાળ હાજરી અહી જોવા મળશે. આ ભવ્ય સમુહલગ્નમાં અંદાજીત સાડા ત્રણથી ચાર લાખ લોકો ઉપસ્થિત રહે એવો અંદાજ લગાવાઇ રહ્યો છે. તેમજ આ ભવ્ય સમુહલગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી તેઓની સુરક્ષાને ધ્યાને લઇને આ લગ્નોત્સવના સમગ્ર પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. એરપોર્ટથી જવાહર મેદાન અને પરિસર મળી 10 એસપી, 28 ડીવાયએસપી, 24 પીઆઈ, 75 પીએસઆઈ, તેમજ 1200 પોલીસ જવાનો, અને 400 હોમગાર્ડ્સનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.