PM Modi Gujarat Visit: પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી હાલ સોમનાથ પહોંચી ચૂક્યા છે. જ્યાં લોકોએ હાથ ઉંચો કરીને અભિવાદન કર્યું. પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે સોમનાથ પહોંચ્યા છે. PM મોદીએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી. પીએમ મોદી સોમનાથ પહોંચતા જ લોકોએ હાથ ઉંચો કરીને તેમનું અભિવાદન પાઠવ્યું.


વલસાડ સર્કિટ હાઉસથી પીએમ થયા રવાના
વલસાડ સર્કિટ હાઉસથી નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડથી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભા ગજવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube