PM Modi In Gujarat : વડોદરામાં પીએમના રોડ શોમાં જનમેદની ઉમટી
PM Modi In Gujarat : આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે... આજે વડોદરાને PM નરેન્દ્ર મોદી આપશે વિકાસકાર્યોની ભેટ... વડોદરામાં પ્રધાનમંત્રીનો 3 કિમીનો ભવ્ય રોડ શો નીકળ્યો... વડોદરામાં સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે
વડોદરા :આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાને સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. તેઓ વડોદરા પહોંચી ગયા છે. તેમનો કાફલો એરપોર્ટથી નીકળી ગયો છે. હાલ વડોદરાના રસ્તાઓ પર તેઓ નીકળી પડ્યા છે. એરપોર્ટથી 3 કિમી લાંબા રોડ શોમાં તેઓ લોકોનું અભિવાદન ઝીલીને આગળ વધી રહ્યાં છે.
ભારતીય વાયુસેનાના પહેલા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નિર્માણના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. વડોદરાનાં લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય સમારોહમાં રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સમારોહમાં હાજરી આપશે.. સમારોહમાં 5 હજાર જેટલાં ઉદ્યોગપતિઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. 22 હજાર કરોડના ખર્ચે ટાટા એરબસ C295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફટ પ્લાન્ટનું નિર્માણ થશે... સ્પેનની એરબસ ડિફેન્સ અને ભારતની ટાટા કન્સોર્ટિયમ દ્વારા ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે. સ્પેનની એરબસ ડિફેન્સ કંપની સાથે 56 એરક્રાફટ બનાવવાનો કરાર થયો છે, જેમાં 16 એરક્રાફટ તૈયાર થઈને સ્પેનથી આવશે, બાકીના 40 એરક્રાફટનું મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નિર્માણ ભારતમાં થશે..
એ દિવસ દૂર નથી જ્યારે આપણાં વડોદરાનો દુનિયામાં ડંકો વાગશે.. આ વાત છે એફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની.. જેનાં મેન્યુફેક્ચરિંગનું નવું એડ્રેસ હશે વડોદરા.. દરેક ગુજરાતીને ગર્વ થાય એવી વાત એ છે કે, પહેલીવાર આ એરક્રાફ્ટનું યૂરોપની બહાર મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે.. આ પ્લેનના ટુલ્સ, જિગ્સ અને ટેસ્ટર સહિત 13,400થી વધુ પાર્ટ્સ તથા 4600થી વધુ સબ એસેમ્બ્લી અને 7 મેજર કમ્પોનેન્ટ એસેમ્બ્લી ભારતમાં જ બનશે.. જ્યારે એન્જિન, લેન્ડિંગ ગિયર, એવિયોનિક્સ, EW સૂટ જેવા પાર્ટ્સ એરબસ તૈયાર કરીને આપશે.. ભારતની ટાટા કન્સોર્ટિયમ અને એરબસ સાથે મળીને આ એરક્રાફ્ટ બનાવશે.. જો કે તમામ પાર્ટ્સ લગાવવાનું અને પ્લેનના ટેસ્ટિંગથી લઈને ડિલીવરી સુધીનું કામ ટાટા જ કરશે.
- સેના અને રાહતના કામો માટે થાય છે ઉપયોગ---
- એક ફેરામાં 71 સેનિકોને લઈ જવામાં સક્ષમ-----
- હથિયારો સહિત 50 પેરાટૂપર્સને લઈ જવામાં સમર્થ----
- મોટા વિમાન ન ઉતરી શકે ત્યાં ઉતરી શકે છે C-295----
- યુદ્ધ દરમિયાન સેનિકોને લઈ જવામાં થાય છે ઉપયોગી----
- રેસ્ક્યૂ ઓપરેશનમાં ઈજાગ્રસ્તોને ઝડપથી ખસેડી શકે છે-----
- કંપની પાસે અત્યાર સુધી વિમાનને બનાવવાના 285 ઓર્ડર---
- 203 વિમાનની સફળતા પૂર્વક કરાઈ ચૂકી છે ડિલિવરી---
- ક્લોઝ એયર સ્પોર્ટ, ઈલેક્ટ્રોનિક યુદ્ધ, VIP ટ્રાન્સપોર્ટેશનમાં સક્ષમ---