Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બીજી બાજુ પીએમ નરેન્દ્ર મોદી બીજા તબક્કાના મતદાન માટે ઉત્તર ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આજથી પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલના કાલોલમાં સભા ગજવીને હાલ હિંમતનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે સભાને સંબોધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠાથી પીએમ મોદી Live:


- કોંગ્રેસના રાજમાં 4 કરોડ ફર્જી રાશન કાર્ડ હતા, આ બધું આપણે બંધ કરાવી દીધું.


- ડબલ એન્જિનની સરકાર હોય ને એટલે ડબલ બેનિફિટ થતા હોય છે, ડબલ મહેનત પણ થતી હોય છે, અને ડબલ પરિણામ પણ મળતા હોય છે.


- આ છે તમારા એક વોટની તાકાત, આદિવાસી સમાજનું થઈ રહ્યું છે કલ્યાણ અને મળી રહ્યાં છે સરકારની વિવિધ યોજનાઓના લાભ.


- કોંગ્રેસ સરકાર જ્યારે હતી ત્યારે આઠ વર્ષમાં 600 કરોડ રૂપિયાના દાળ-કઠોળ, તેલીબિયાં ખરીદ્યા હતા, આ તમારા દીકરાએ આઠ વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાના તેલીબિયાં, કઠોળ, દાળ ખેડૂતો પાસેથી ખરીદ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube