Gujarat Election 2022: ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. હવે રવિવારે પ્રધાનમંત્રી મોદી ત્રણ રેલીઓ સંબોધવાના છે. હાલ પ્રધાનમંત્રી મોદી ભરૂચના નેત્રંગ પહોંચ્યા છે. પીએમ મોદી નેત્રંગ ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં પહોંચ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેત્રંગમાં પીએમ મોદીનું સંબોધન Live


  • પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી મારા ગુજરાતના ભાઈઓ બહેનો લડી રહ્યા છે, ભાજપના કાર્યકર્તાઓ ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં બધા ઉમેદવારને વિજય બનાવવા માટે ઉમટી પડ્યા છે. આ આર્શિવાદ માત્ર ચૂંટણી માટેના આર્શિવાદ નથી. આ આર્શિવાદ વિકસીત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે.

  • પીએમ મોદીએ કહ્યું, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાગ્યવાન છીએ કે, આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યાં છો. એક અવાજે બધે એક જ વાત સાંભળી સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે એટલો બધો સર્વસ્પર્શી છે કે, હવે ભાજપની સીટો પહેલાં કરતા પણ વધી જશે.

  • પીએમ મોદીએ કહ્યું, આદિવાસીઓ પાસે આવવાનું થાય ત્યારે મારો આનંદ અનેકગણો વધી જાય છે. મારા જીવનના પ્રારંભીક દિવસોમાં જ મને આદિવાસીઓ પાસેથી શીખવા મળ્યું. 

  • તમારી વચ્ચે મોટો થયેલો મોદી એ દિલ્લી ગયો એને નક્કી કર્યું, હવે ડોક્ટર થવું હોય તો માતૃભાષામાં ભણી શકાય, એન્જિનિયર થવું હોય તો પણ માતૃભાષમાં ભણી શકાય પોતાની ભાષામાં ભણીને ડોક્ટર પણ બનાય અને એન્જિનિયર પણ બનાય અને એ આપણે શરુ કરી દીધું.

  • પીએમ મોદીએ કહ્યું, ભાજપના સંકલ્પ પત્રને ગુજરાતની જનતાએ વધાવ્યો છે.આદિવાસી વિસ્તારો આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરાયા છે. દીકરીઓની સુરક્ષા એટલે સંકલ્પ પત્ર. સંકલ્પ પત્ર સ્પષ્ટ છે, વિજય નક્કી છે. સંકલ્પ પત્રને ચરિતાર્થ કરવા ભૂપેન્દ્ર પટેલ કામ કરશે.

  • પીએમ મોદીએ કહ્યું, તમારો આ દિકરો દિલ્હીમાંથી બનતા પ્રયાસ કરશે. આજે ગુજરાતની દીકરીઓ નામ કમાઈ રહી છે. આજે આદિવાસી વિસ્તારોમાં શાળા બનવા લાગી છે. 20 વર્ષ પહેલા દીકરીઓ ભણવાનું છોડી દેતી. પરંતુ આજે ગુજરાતની દીકરીઓ નામ કમાઈ રહી છે.

  • પીએમ મોદીએ કહ્યું, તમારા વચ્ચે મોટા થયેલા મોદીએ તમારી ચિંતા કરી. કોંગ્રેસે 75 વર્ષ સુધી તમારી ચિંતા ના કરી. ભલે દિલ્હીમાં બેઠો હોય, ચિંતા તમારી જ હોય.  તમારા સંસ્કાર આજે મને લેખે લાગે છે.

  • પીએમ મોદીએ કહ્યું, આદિવાસી વિસ્તારમાં પણ 20 હજાર જેટલા ઘર બન્યા છે, અમે 3 કરોડથી વધુ લોકો માટે ઘર બનાવ્યાં, આપણે સીધા તેના ખાતામાં જ રૂપિયા નાખ્યા. સાચા માણસને ઘર મળવું જોઈ, વચ્ચે કોઈ વચેટીયો નહીં. ભાજપની સરકાર આવતા જ ભષ્ટ્રાચાર બંધ થઈ ગયો.

  • પીએમ મોદીએ કહ્યું, ત્રણ વર્ષ થયા 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું. તમે છો તો દેશ છે એટલા માટે આ કામ કરીએ છીએ. ગરીબના ઘરમાં કોઈ છોકરા ભુખા ન સુવે તે ચિંતા અમે કરી છે. કોંગ્રેસનો સમય હોત તો આદિવાસીઓ સુધી વેક્સિન પહોંચવામાં વર્ષો લાગી જાત. .

  • પીએમ મોદીએ કહ્યું, ત્રણ વર્ષ થયા 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું. તમે છો તો દેશ છે એટલા માટે આ કામ કરીએ છીએ.

  • પીએમ મોદીએ કહ્યું, આ બાળકોએ મા બાપ વગર 6 વર્ષની ઉંમરે જિંદગી શરૂ કરી. બન્ને દીકરીઓને મળીને મને ખુબ આનંદ થયો. આજે સરસ ઘર આપ્યું બધી વ્યવસ્થા કરી દીધી. બાળકો આગળ વધે એ માટે તમામ મદદ હું કરીશ.

  • પીએમ મોદીએ કહ્યું, 2જી, 4જીમાંથી બહાર નીકળીને 5જીમાં પહોંચી ગયા છીએ. 4જી એટલે સાયકલ અને 5જી એટલે વિમાન આટલો ફરક છે આ બન્નેમાં..હવે તો ખાલી 100થી 200 રૂપિયા જ બીલ આવે છે અને તેમાં પણ હવે 5જી આવી ગયુ.

  • પીએમ મોદીએ કહ્યું, ખેતી માટે પાણીની અનેક સમસ્યાઓ હતી. આજે આદિવાસી બે બે પાક લેતા થઈ ગયો છે. 20 વર્ષ પહેલાં ખેડૂતોને વીજળીના ફાંફા પડતા હતા.

  • પીએમ મોદીએ કહ્યું, જો કોંગ્રેસની સરકાર હોત તો અત્યારે 4થી 5 હજાર રૂપિયા બીલ આવતું હોત. તમે ઘરે બેઠા મોબાઈલથી પણ ડોક્ટર સાથે વાત કરીને સારવાર લઈ શકો, આજે તમારે ગમે તેની સાથે કલાકો સુધી ફોનમાં વાત કરવી હોય તો પણ બીલ સાવ ઓછું આવે છે, બધુ સસ્તું થઈ ગયું છે.

  • પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસના લોકો ઠેકેદારી કરે, ભાજપના લોકો સેવા કરે છે. પહેલા આદિવાસી વિસ્તારમાં બેંક જ નહોતા. આદિવાસી બહેનને સમર્થન આપતા કોંગ્રેસને વિનંતી કરી હતી. આદિવાસીઓનું  સન્માન કોંગ્રેસે ક્યારેય કર્યું નથી.

  • પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસને ભૂંડે હાલે હરાવી દીધા. આદિવાસીઓને લઈને કોંગ્રેસને પેટમાં દુખે છે. 

  • પીએમ મોદીએ કહ્યું, આજે દેશમાં મોટા પાયે વાંસની ખેતી થાય છે. પહેલા અગરબત્તી માટે વાંસ વિદેશથી લાવતા હતા. કાયદો બદલ્યો અને બાંબુની ખેતી માટે તાકાત બની છે. સર્વાંગી વિકાસની સાથે ઔધોગિક વિકાસ પણ જરૂરી. આજે જંગલોમાં ઉત્પન્ન થતી 90 જેટલી વસ્તુઓ ખરીદીને આદિવાસીઓની મદદ કરી. અંગ્રેજોના જમાનાની કોંગ્રેસ સરકારના કાયદાને ભાજપે બદલ્યો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube