મહેસાણા: પીએમ મોદી આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મહેસાણા જિલ્લાના મોઢેરા પહોંચેલા પીએમ મોદીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોઢેરામાં લોકોને સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી મોદીનો સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાના મંદિર સુધી રોડ શો કર્યો છે. પીએમ મોદી પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાના મંદિરે પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીએ મોઢેશ્વરી માતાના દર્શન કરી પુજા- અર્ચના અને આરતી ઉતારી. હવે થોડીવારમાં સૂર્ય મંદિરમાં 3-ડી લાઈટિંગ શોનું પણ પ્રારંભ કરાવશે. 



વિકાસકાર્યોની ભેટ બાદ પ્રધાનમંત્રી મોદીનો સૂર્યમંદિરથી મોઢેશ્વરી માતાના મંદિર સુધી રોડ શો. કુળદેવી મોઢેશ્વરી માતાના દર્શન કરી પ્રધાનમંત્રી આરતી ઉતારી.સૂર્ય મંદિરમાં 3-ડી લાઈટિંગ શોનું પણ પ્રારંભ.



શું તમને ખબર છે પીએમ મોદીના કુળદેવી કોણ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કુળદેવીનાં દર્શન કરશે. મોઢેરા સ્થિત મોઢેશ્વરી માતાજીના દર્શન કરશે. વર્ષ 2003માં નરેન્દ્ર મોદી સીએમ હતા તે સમયે પ્રથમ વાર અહી દર્શન કરવા આવ્યા હતા. હવે બીજી વખત પીએમ મોદી કુળદેવીનાં દર્શને આવશે. મોઢેશ્વરી માતાજીના મંદિરે વડાપ્રધાનના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.


તમને જણાની દઈએ કે મોઢેશ્વરી માતાજી મંદિર ત્રણ વખત ખંડિત થયેલું છે. ઈ. સ.1962માં મોઢેશ્વરી મંદીરનો જીર્ણોધ્ધાર થયો હતો. તે વખતના વિરમગામના વતની નાથુભાઈ વકીલ જે પાટણમાં વકીલાત કરતા, જેઓએ પ્રણ લીધેલો કે જ્યાં સુધી માતાજીનો જીર્ણોધ્ધાર નહિ કરું ત્યાં સુધી માથે પાઘડી અને પગે મોજડી નહિ પહેરું. ત્યારબાદ 1962માં મોઢેશ્વરી મંદિરનો જીર્ણોધ્ધાર થયો હતો. 


મહત્વનું છે કે, મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ મોદી, મોઢ પટેલ એમ ચાર જ્ઞાતિના મોઢેશ્વરી માતાજી કુળદેવી છે. મહાસુદ 13 એ માતાજીનો જન્મ દિવસ હોય છે, જ્યારે મોટા ઉત્સવની ઉજવણીરૂપે રથયાત્રા યોજાય છે.


જુઓ આ પણ વીડિયો:-