Gujarat Elections 2022 : ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદીએ સંભાળી છે, ત્યારે આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે બુધવારે ગુજરાતના વિવિધ શહેરોમાં ચાર સભા સંબોધશે. આજે પ્રધાનમંત્રી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિરાટ જનસભા સંબોધીને ભાજપનો પ્રચાર કરશે. મહેસાણામાં સભા પૂરી કરીને વડાપ્રધાન મોદી દાહોદ પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાહોદમાં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે, દાહોદે હું જેટલીવાર આવ્યો એટલીવાર જૂના રેકોર્ડ તોડ્યા. જીવનના પ્રારંભિક વર્ષોમાં સાયકલ પર ફરીને જેવો પ્રેમ મળતો, આજે પણ એવો જ આર્શીવાદ મળી રહ્યાં છે. કોંગ્રેસના લોકોને ક્યારેય કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. ભાજપે પહેલીવાર દેશને આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા, તેમાં પણ મહિલા રાષ્ટ્રપતિ આપી દુનિયાને સંદેશ આપ્યો. જ્યારે ભાજપે એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા, તો તેમને ટેકો આપવામાં તમારા પેટમાં શુ દુખતુ હતું. આદિવાસી ઉમેદવારને હરાવવા એમણે આકાશપાતાળ એક કર્યા. પરંતુ આ પુણ્ય કામ કરવાનો અવસર ભાજપને મળ્યો. કોંગ્રેસ પોતે કરે નહિ, અને બીજાને કરવા દે નહિ, કોઈ કરવા જાય તો આડા ઉતરે. ભાજપના સિદ્ધાંત અને સંસ્કાર સર્વાંગી વિકાસને વળેલા છે. સર્વહિતને લઈને કામ કરે છે. આજે ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે.