ભાજપનું મિશન સૌરાષ્ટ્ર 2022 : પ્રધાનમંત્રી મોદી આજે આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કરીને જંગી સભા સંબોધશે
PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કરશે. 2022 ની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિપ્રદર્શન હોવાનું કહેવાય છે
રાજકોટ :2022 પહેલા ભાજપનું મિશન સૌરાષ્ટ્ર 2022 પહેલા ભાજપના મિશન સૌરાષ્ટ્ર પર આજથી કામ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કરશે. 2022 ની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિપ્રદર્શન હોવાનું કહેવાય છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. 2022 ની ચૂંટણી પહેલા ભાજપની જંગી સભાને પીએમ મોદી સંબોધશે. સૌરાષ્ટ્ર ભાજપના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદેદારો જનમેદની ભેગી કરવા ટાર્ગેટ અપાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજનું શિડ્યુલ
- સવારે 9.30 વાગ્યે રાજકોટ પહોંચશે પ્રધાનમંત્રી મોદી
- આટકોટમાં હોસ્પિટલનું લોકર્પણ કરી જનસભા સંબોધશે
- બપોરે 12.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે
- સાંજે 4 વાગ્યા સુધી રાજભવનમાં રોકાણ કરશે
- સાંજે 4.30 વાગ્યે મહાત્મા મંદિર સહકાર સંમેલનને સંબોધશે
- સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો સંમેલનમાં રહેશે હાજર
- પહેલીવાર ગુજરાતમાં સહકારી સંમેલનમાં PM સંબોધન કરશે
- ગાંધીનગરના કલોલમાં નેનો યુરિયા પ્લાન્ટનું કરશે ઉદ્ધાટન
- સહકાર સંમેલન બાદ PM અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે
પ્રધાનમંત્રી મોદી જે હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તેની વિશેષતાની વાત કરીએ તો...
- 200 બેડની ચેરિટી હોસ્પિટલ 40 કરોડના ખર્ચે બની છે
- ફાઇવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ અપાઈ છે
- કેન્સર સહિતના રોગોની તદ્દન નજીવા દરે થશે સારવાર
- ફુલટાઈમ ડૉક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ કાર્યરત રહેશે
- સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન રહેશે કાર્યરત
- નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી થઈ શકશે
- રૂમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી કાર્યરત રહેશે
- જનરલ વોર્ડમાં દર્દી પાસેથી રોજનું 150 ચાર્જ વસુલાશે
- 150ના ચાર્જમાં દર્દીને ત્રણ ટાઇમ ભોજન પણ અપાશે
- OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU
- ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ
- એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, NICU, PICU, કેથલેબના હશે વિભાગો
- મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને મળશે વિનામૂલ્યે સારવાર
આટકોટમાં પીએમના આગમનને લઈને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ દ્વારા વાહનો ચાલકોને રૂટ ડાયવર્ટ કરવા માટેનુ જાહેરનામુ બહાર પાડવાાં આવ્યુ છે. જેમાં મોટા વાહનો, ભારે વાહનો, ખાનગી ટ્રાવેલ્સ, કોમર્શિયલ વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેવુ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યુ.
આ વિકલ્પોનો ઉપયોગ કરવો
- ગોંડલથી ભાવનગર તરફ જતો ટ્રાફિક મોટા દડવા, કાનપર, સાણથલી, વાસાવડ, બાબરા થઈ ભાવનગર તરફ ડાયવર્ટ
- રાજકોટથી ભાવનગર જવા સરધારથી, ભાડલા, કમળાપૂર, જસદણ, ખાનપર, બાબરા થઈ ભાવનગર જઈ શકાશે
- વીંછીયાથી ગોંડલ તરફ જવા માટે કડુકા, કમળાપુર, ભાડલા, સરધાર, કોટડાસાંગાણી થઈ ગોંડલ જવાશે
રાજકોટના જસદણના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યલિટી હોસ્પિટલનું 28 તારીખે પ્રધાનમંત્રી લોકાર્પણ કરશે. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ વિશે તેના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ જણાવ્યુ કે, સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ કહી શકાય. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે. આધુનિક ટેકનોલોજી થી સજ્જ ઓપરેશન થિયેટર છે. આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જેની પાસે આરોગ્ય માટેના કાર્ડ નહિ હોય તો પણ સારવાર કરવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રમાં આરોગ્યના નામે નવો ઇતિહાસ રચાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.