માતાના દરબારમાં મોદી :પ્રધાનમંત્રીએ પાવાગઢમાં ધજા ફરકાવીને કહ્યું, આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ
PM Modi In Gujarat : પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેણે પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરીને 125 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. મહાકાળી માતા સામે શિશ ઝૂકવીને મંદિરમાં ધજા ચઢાવી હતી
વડોદરા :પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ વડોદરામાં પુન વિકસિત કરાયેલા પાવાગઢનું લોકાર્પણ કર્યુ છે. યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ મંદિરને નિહાળ્યુ હતું. તેમણે માતાના ચરણોમાં શિશ ઝૂકવ્યુ હતું અને પોતાના માતા હીરા બાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી. તેઓ હવે અનેક સંતો સાથે પણ મુલાકાત કરી.
માતાના દરબારથી સંતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય મળ્યું. મારુ જીવન ધન્ય થઈ ગયું. સપનુ સંકલ્પ બનતુ હોય અને તે સિદ્ધ થતુ હોય તો આનદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્ત સુપ્ત અને લુૂપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશીર્વાદથી આ જ શક્તિનુ પ્રાગટ્ય જોઈ રહ્યાં છીએ. સદીઓ બાદ મહાકાળીનુ આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.
તેમણે કહ્યુ કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતિક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે તેનુ પ્રતિક છે. અયોધ્યા, કાશી, કે કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પોતાની પ્રાચીન ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે.
[[{"fid":"389815","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"modi_frame_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"modi_frame_zee.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"modi_frame_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"modi_frame_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"modi_frame_zee.jpg","title":"modi_frame_zee.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
તેમણે કહ્યુ કે, આ અવસર સૌનો સાથ, સૌનો વિકાસ અને પ્રયાસનુ પ્રતિક છે. મને મહાકાળી મંદિરમાં ધજારોહણ અને પૂજાની તક મળી. માતા મને પણ આશીર્વાદ આપે કે હુ વધુ ઉર્જા, ત્યાગ, સમર્પણ સાથે દેશના જનજનનો સેવક બનીને તેમની સેવા કરું. મારુ જે પણ સામ્યર્થ છે, મારા જીવનમાં જે પણ પુણ્ય છે, તે હુ દેશની માતા અને બહેનોના કલ્યાણ માટે, દેશ માટે સમર્પિત કરું.
સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયુ તો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના ચેલેન્જિસ હતા. તેના માટે આપણે લડ્યા હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યુ છે. આજે તેમનુ સપનુ પૂરુ થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ. એક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી, અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ ન હતું. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ, પણ ગર્ભગૃહનુ મૂળ સ્વરૂપ એવુ જ રખાયુ છે. લોકોએ અહી મળીને કામ કર્યું.
તેમણે કહ્યુ કે, પહેલા મંદિર પરિસરમાં બે ડઝન લોકો પણ પહોંચી શક્તા ન હતા, પરંતુ એકસાથે 100 લોકો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા છે. આ વિકાસ બાદ હવે મુસાફરોની સંખ્યા પણ વધશે. પહેલા પાવાગઢની મુસાફરી કઠિન હતી કે, લોકો જીવનમાં એકવાર થાય તો ધન્ય માનતા. પણ હવે લોકો સરળતાથી માતાની ચરણોમાં આવી શકે છે. આજે હુ પણ અહી પહોંચવા ટેકનોલોજી થકી રોપવેથી આવ્યો. રોપવેથી પાવાગઢની અદભૂત સુંદરતાનો આનંદ મળે છે. પાવાગઢ, મા અંબા, સોમનાથ, દ્વારકેશના આર્શીવાદથી જ ગુજરાત ગૌરવવંતુ બન્યુ છે. આજે ગુજરાતની આ ઓળખ આકાશ આંબી રહી છે. કવિ નર્મદે ગુજરાતની ગૌરવવાથા વર્ણવતા જે તીર્થના નામ લીધા છે, તે તમામમાં વિકાસ થયો છે. ગુજરાતના તીર્થોમાં હવે દિવ્યતા, શાંતિ, સમાધાન અને સુખ છે. માતાના મંદિરોની વાત કરીએ, શક્તિના સામ્યર્થની વાત કરીએ તો ગુજરાતમાં શક્તિ રક્ષા ચક્ર છે. જે કવચ તરીકે કામ કરે છે. ગુજરાતના અલગ અલગ ખૂણામાં અલગ અલગ માતાના ધામ છે. દરેકના આપણા પર આશીર્વાદ છે.
પંચમહાલના લોકોને આગ્રહ કરુ છું કે તમે બહારથી આવતા દર્શનાર્થીઓને રાજ્યના અન્ય ધાર્મિક સ્થળો પર જવાનુ જરૂર કહેજો. આ તીર્થમાં આવતા શ્રદ્ધાળુઓ પોતાની સાથે આવતા નવા અવસર લાવે છે. પર્યટન વધતા રોજગાર પણ વધે છે. આપણે સાક્ષી છીએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ પર્યટકો વધતા અહી રોજગારી અને વિકાસ થયો છે. કેદારનાથમાં આ વર્ષે મુસાફરોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. પાવાગઢમાં આધ્યાત્મિકતા, ઈતિહાસ, સૌંદર્ય, પ્રકૃતિ, કલા સંસ્કૃતિ અને જૈન મંદિરો પણ છે. યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યુ છે. પંચમહાલમાં યુવાઓ માટે નવા અવસર બનશે.
પીએમ મોદી સાથે સ્ટેજ પર 43 લોકો બેસશે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારના મંત્રી, મધ્ય ગુજરાતના સાંસદ-ધારાસભ્યો, જિલ્લાના ભાજપ પ્રમુખ, મેયર સહિત અનેક મહાનુભાવો સ્ટેજ પર બેસશે. પ્રધાનમંત્રી મોદી સભા સ્થળે ખુલ્લી જીપમાં ફરશે, ડોમમાં દોઢ કિલોમીટર સુધી ખુલ્લી જીપમાં ફરી સ્ટેજ પર આવશે.