PM મોદીએ અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આપી મોટી ભેટ, મેટ્રો ફેઝ-2નું કર્યું લોકાર્પણ
Ahmedabad To Gandhinagar Metro Train : પીએમ મોદીએ લીલી ઝંડી આપીને અમદાવાદથી ગાંધીનગર ફેઝ-2નો કરાવ્યો શુભારંભ, PM મોદીએ મેટ્રો ફેઝ-2ના 20.8 કિમીના કોરિડોરનું લોકાર્પણ કર્યું
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આજે મોટી ભેટ આપી છે. તેઓએ અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રોનું લોકાર્પણ કર્યું છે. ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. આ સાથે જ તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે આ સફર દરમિયાન ચર્ચા પણ કરી હતી.
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ફેઝ 1 નું લોકાર્પણ કર્યું હતું. ફેઝ 1 ના ઉત્તર - દક્ષિણ મેટ્રો કોઈડોરનું વિસ્તરણ એટલે મેટ્રો ફેઝ 2. મેટ્રો ટ્રેન હવે APMCથી મોટેરા લાઈન ગાંધીનગર સુધી જશે. PM મોદીએ મેટ્રો ફેઝ-2ના 20.8 કિમીના કોરિડોરનું લોકાર્પણ કર્યું છે.
ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયા
મેટ્રો રેલ વિસ્તરણ
આ મેટ્રો રેલ વિસ્તરણથી અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો પર કનેક્ટિવિટી મળશે અને તેનાથી બહોળી સંખ્યામાં રોજિંદી મુસાફરી કરતા લોકોને ફાયદો મળશે. આ પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો આ પ્રમાણે છે.
રૂટ અને અંતર
મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.
અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ