આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ગુજરાત ભવન’નું દિલ્હીમાં પીએમ મોદીએ કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બનેલા ગુજરાત ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઉદ્દઘાટન કર્યા બાદ ભાષણ આપ્યું હતું. અને કહ્યું કે અહિંયા બિરાજમાન કેટાલાક ચહેરા 10થી15 વર્ષો બાદ જોયા છે.
દિલ્હી: વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બનેલા ગુજરાત ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઉદ્દઘાટન કર્યા બાદ ભાષણ આપ્યું હતું. અને કહ્યું કે અહિંયા બિરાજમાન કેટાલાક ચહેરા 10થી15 વર્ષો બાદ જોયા છે.
પીએમ મોદીએ દેશ વાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ પાઠવી હતી. તથા પીએમ મોદીએ મિચ્છામી દુકડમ પણ કહ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ગુજરાત સરકારનો આભારી છું, આ ભવન મીની ગુજરાત મોડેલ તરીકે ઉભરીને આવશે. આ ભવન ઇકો ફ્રેન્ડલી છે અને અત્યંત આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
આ ગુજરાત ભવનમાં દિલ્હીમાં પણ તમને ગુજરાતી ભોજન મળી રહેશે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ગુજરાતને મુખ્યમંત્રી તરીકે મે ધણા નજીકથી જોયું છે. મારા પીએમ બન્યા બાદ આનંદીબેન પટેલે વિકાસને આગળ વધારવાનું કાર્ય કર્યું હતું અને ત્યાર બાદ વિજય રૂપાણીએ તે કાર્યને આગળ વધાર્યું છે. ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં ખુબજ ઝડપી વિકાસ કર્યો છે.
ઉર્જા અને જળસંચયન ક્ષેત્રે ગુજરાતે અનોખી સિદ્ધિ હાસલ કરી છે. આ કાર્ય જનભાગીદારીને કારણે થયું છે. 2024માં ગુજરાતના નહિ પણ દેશના દરેક ઘરમાં પાણી પહોચાડવામાં આવશે. અમદાવાદમાં મેટ્રો સહિત અનેક પ્રોજેક્ટો ઝડપી વિકાસ કરી રહ્યા છે. દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી ગુજરાતમાં બનશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગુજરાતનું ગૌરવ દેશમાં વધાર્યું છે. જન્માષ્ટમીના દિવસે આશરે 34 હજાર લોકોએ સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે, દેશના દરેક રાજ્યોના વિકાસ થવાથી દેશનો વિકાસ થશે. દિલ્હીમાં દરેક રાજ્યોના ભવન છે. આ ભવનો ગેસ્ટ હાઉસ સુધી સીમિત ન રહે અને તે માટે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ ભવન ટુરિઝમ ક્ષેત્રે આગળ વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ રાજ્યોના ભવનમાં જે તે રાજ્યની તમામ જાણકારી પણ મળી રહેશે. ગુજરાતના વ્યજનનો સ્વાદ લેતા લેતા આપણે એ વાત યાદ રાખવાની છે, કે આપણે દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાનો છે. તેવું પણ જણાવ્યું હતું,
દિલ્હીમાં ગુજરાતની અસ્મિતા "ગરવી ગુજરાત ભવન" બનાવવામાં આવ્યું છે. જેને આજે 2 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ખુલ્લુ મૂકશે. ગુજરાત ભવનના ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ સમારોહમા ઉપસ્થિત રહેશે., આ ઉપરાંત ગુજરાતના અનેક નેતાઓ તથા ધારાસભ્યો આ સમારોહમાં ભાગ લેવા દિલ્હી જશે. 132 કરોડના ખર્ચે બનાવેયાલું આ ગુજરાત ભવન દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ મુખ્યાલય સામે બનાવાયું છે.
દિલ્હીમાં આજે 132 કરોડના ખર્ચે બનેલ ગુજરાત ભવનનું PM મોદી ઉદઘાટન કરશે, CM રૂપાણી રહેશે હાજર
2 વર્ષમાં જ બાંધકામ પૂરુ કરાયું
નવા ગુજરાત સદનનું નામ "ગરવી ગુજરાત ભવન" આપવામાં આવ્યું છે. પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટમાનું એક સૌથી એવી આ સુંદર ગુજરાત ભવન 132 કરોડના ખર્ચે 20 હજાર 325 સ્કવેર મીટરમાં બનાવવામાં આવ્યું છે. NBCC કંપની દ્વારા 2 વર્ષમાં નવા ગુજરાત ભવનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભવનનો પાયો મૂક્યો હતો. જેમાં 19 સ્યૂટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપર્પઝ હોલ, મીટિંગ રૂમ, 4 લાઉન્જ, લાઈબ્રેરી, જિમ, યોગા સેન્ટર, રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ અને 2 મીડિયા રૂમ ઉપલબ્ધ છે.
જુઓ LIVE TV :