PM મોદીએ કહ્યું; `દુનિયાના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે, જેના પર લખ્યું હશે `મેક ઈન ઈન્ડિયા`
PM Modi Gujarat Visit: વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM નરેન્દ્ર મોદી ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે અને 5 હજાર જેટલા ઉદ્યોગપતિઓને સંબોધશે.
વડોદરા: આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદીએ પહેલા દિવસે વડોદરાને સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ એરપોર્ટથી 3 કિમી લાંબા રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલીને આગળ વધી રહ્યાં છે. હાલ પીએમ મોદી લેપ્રસી મેદાન પહોંચ્યા છે.
પીએમ મોદી વડોદરાથી LIVE:
પીએમ મોદીએ કહ્યું, હું ગુજરાતમાં નવા વર્ષે પહેલી વખત આવ્યો છું. દિવાળીના પર્વ દરમિયાન વડોદરા, ગુજરાત અને દેશને એક અણમોલ ભેટ મળી છે. ગુજરાત માટે નવુ વર્ષ અને નવા વર્ષમાં પહેલીવાર ગુજરાત આવ્યો છું. તમામને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
પીએમ મોદીએ કહ્યું, આજે ભારતને દુનિયાનો મોટું ઉત્પાદન હબ બનાવવા માટે એક મોટું પગલું ઉઠાવી રહ્યા છે. ભારત આજે ફાયટર પ્લેન, સબમરીન બનાવી રહ્યું છે. ભારતની વેક્સિન લાખો લોકોનું જીવન બચાવી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, ભારતમાં બનેલી કાર, મોબાઈલ ફોન, ગેજેટ્સ આજે કેટલા બધા દેશોમાં પ્રસિદ્ધ છે. હવે ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. દુનિયાના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે, જેના પર લખ્યું હશે મેક ઈન ઈન્ડિયા. દેશના ડિફેન્સ અને એરો સ્પેસ સેક્ટરને ટ્રાન્સ ફોર્મ આવશે. દેશમાં પહેલી વાર મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફટ બનશે. આ પ્રોજેક્ટથી ભારતની 100થી વધુ MSME કંપની જોડાશે. આગામી સમયે દુનિયામાં એકસપોર્ટ પણ કરી શકાશે. એર ટ્રાફિક મામલે ભારત દુનિયામાં ટોપ ત્રણ નંબરમાં પહોચ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, આગામી 10 થી 15 વર્ષમાં ભારતને 2000 થી વધુ પેસેન્જર એરક્રાફટ અને કાર્ગો પ્લેનની જરૂર પડશે. આના માટે ભારત અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે. આજનો કાર્યક્રમ પણ એ જ દિશામાં કદમ છે. આજનો કાર્યક્રમ એ વિશ્વને પણ સંદેશ પહોંચાડી રહ્યું છે. આજે ભારતમાં ઓપરેટિંગ સ્થિતિ સુધરી રહી છે.
પીએમ મોદીએ કહ્યું, આજે ભારત પાસે સ્કિલ્ડ મેન પાવરનો ટેલેન્ટ છે. 8 વર્ષમાં સરકારે જે સુધારા કર્યા તેમાં ભારતમાં મેન્યુફેકચરિંગમાં વધારો થયો છે. ઇઝ ઓફ ડુઈંગમાં વધારો થયો છે. ભારતમાં આજે ઇકોનોમિક રિફોરમ્સની ગાથા લખવામાં આવી રહી છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ સફળતા પાછળ સૌથી મોટું કારણ છે માનસિકતામાં બદલાવ. અમારા ત્યાં લાંબા સમય સુધી સરકારો એવી રીતે ચાલે કે બધું સરકારને જ ખબર છે. જેના કારણે દેશનું ટેલેન્ટ દબાઈ ગયું હતું. પહેલાની સરકારોમાં માઇન્ડ સેટ એવું હતું કે સમસ્યાઓને છોડી દેતા હતા. પરંતુ એવું નથી.
પીએમ મોદીએ કહ્યું, આજનો ભારત નવું માઇન્ડ સેટ સાથે કામ કરી રહ્યું છે. દેશની લોજિસ્તિકમાં હવે સુધાર લાવી રહ્યા છે. ભારત પહેલા મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત નહોતું કરતું, માત્ર સર્વિસ સેક્ટર પર જ ધ્યાન અપાતું હતું. આજે અમે બંને સેક્ટરનો વિકાસ કરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, પહેલા એક ભૂલ હતી જેમાં માઇન્ડ સેટ એવું હતું કે સ્કિલન્ડ મેન પાવર ઓછું છે. દેશના લોકો પર ભરોસો ન હતો. પણ આજે ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, પાછલા 8 વર્ષમાં 107 દેશોએ ભારતમાં રોકાણ કર્યું છે. 31 રાજ્યમાં નિકાસ થયો છે. એરોસ્પેસમાં 3 બિલિયન ડોલરનું રોકાણ થયું છે. છેલ્લા 14 વર્ષની સરખામણીમાં 8 વર્ષમાં 5 ઘણું વધારે ઇન્વેસ્ટમેન્ટ થયું છે. દેશના રક્ષા મંત્રાલય અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન...
પીએમ મોદીએ કહ્યું, દરેક મોટી ઇન્ડસ્ટ્રીઝ એક સ્ટાર્ટઅપ સેલ ખોલે એવી પીએમ મોદીએ અપીલ કરી. નવા યુવાનોના સ્ટાર્ટઅપને આગળ લાવવા અપીલ કરી હતી.
વિશ્વના નેતાઓ પીએમ મોદીની પ્રશંસા કરે છે ત્યારે ગર્વ થાયઃ રાજનાથ સિંહ
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પીએમ મોદીના વિઝનને લઈ દેશ પ્રગતિ કરી રહ્યો છે. પીએમ મોદી અસાધારણ નેતા છે. પીએમ મોદી વર્તમાનની સાથે ભવિષ્ય વિશે પણ ધ્યાન રાખે છે. પહેલા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની વાતોને ગંભીરતા પૂર્વક લેતી ન હતી. આજે આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારત બોલે છે તો સમગ્ર દુનિયા કાન ખોલીને સાંભળે છે. આજે દેશમાં પહેલીવાર પ્રાઇવેટ સેક્ટર એરક્રાફટ બનાવશે. આજનો દિવસ રક્ષા ક્ષેત્ર માટે આત્મનિર્ભર માટેનો માઈલ સ્ટોન છે. વડોદરા રક્ષા ક્ષેત્રના ઉત્પાદનો માટે હવે જાણીતું બનશે. આવનાર સમયમાં વિશ્વની મોટી શક્તિઓ ગુજરાતની ધરતી પર રમશે એવો હું વિશ્વાસ વ્યક્ત કરું છું.
તેમણે ઉમેર્યું હતું કે, આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત બોલે છે ત્યારે વિશ્વ કાન ખોલીને સાંભળે છે. જ્યારે વિશ્વના નેતાઓ પીએમ મોદીની પ્રશંસા કરે છે ત્યારે ગર્વ થાય છેઃ રાજનાથ સિંહ
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારમાં સવાર થઈ અને લેપ્રસી ગ્રાઉન્ડ સુધી ધીમી ગાડી રાખી અને રોડ શોમાં હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડોદરાના લેપ્રસી મેદાન ખાતે PM નરેન્દ્ર મોદી ઈન્ડિયન એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ વિમાન માટેના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે અને 5 હજાર જેટલા ઉદ્યોગપતિઓને સંબોધશે.
પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના પહેલા પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નિર્માણના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. વડોદરાનાં લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય સમારોહમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ સમારોહમાં હાજરી આપશે. સમારોહમાં 5 હજાર જેટલાં ઉદ્યોગપતિઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે. 22 હજાર કરોડના ખર્ચે ટાટા એરબસ C295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફટ પ્લાન્ટનું નિર્માણ થશે.
સ્પેનની એરબસ ડિફેન્સ અને ભારતની ટાટા કન્સોર્ટિયમ દ્વારા ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે. સ્પેનની એરબસ ડિફેન્સ કંપની સાથે 56 એરક્રાફટ બનાવવાનો કરાર થયો છે, જેમાં 16 એરક્રાફટ તૈયાર થઈને સ્પેનથી આવશે, બાકીના 40 એરક્રાફટનું મેક ઇન ઇન્ડિયા અંતર્ગત નિર્માણ ભારતમાં થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube