LIVE: એકતા દિવસે કેવડિયાથી PM મોદીનું IAS પ્રોબેશનરી અધિકારીઓને સંબોધન, કહી મહત્વની વાત
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આજે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની 144મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. એકતા દિવસ (Ekta Divas) ના રૂપે ઉજવાતા આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં દેશને એક કરનાર સરદાર પટેલના કાશ્મીરના અધૂરા સપના વિશે વાત કરી હતી. દેશના જુદા જુદા 562 રજવાડાઓને એક કરનાર સરદાર પટેલના ભવ્ય સ્મારક સામે પીએમએ નતમસ્તક થઈને પુષ્પાંજલિ કરી હતી. જેના બાદ તેઓએ કાશ્મીર અને સરદાર પટેલ વિશે કેટલીક વાત કરી હતી. ત્યાર બાદ તેઓએ પ્રોબેશનરી ઓફીસર્સના દિક્ષાંત પરેડ સમારોહ બાદ સંબોધિત કર્યા હતા.
અમદાવાદ : કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આજે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની 144મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. એકતા દિવસ (Ekta Divas) ના રૂપે ઉજવાતા આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં દેશને એક કરનાર સરદાર પટેલના કાશ્મીરના અધૂરા સપના વિશે વાત કરી હતી. દેશના જુદા જુદા 562 રજવાડાઓને એક કરનાર સરદાર પટેલના ભવ્ય સ્મારક સામે પીએમએ નતમસ્તક થઈને પુષ્પાંજલિ કરી હતી. જેના બાદ તેઓએ કાશ્મીર અને સરદાર પટેલ વિશે કેટલીક વાત કરી હતી. ત્યાર બાદ તેઓએ પ્રોબેશનરી ઓફીસર્સના દિક્ષાંત પરેડ સમારોહ બાદ સંબોધિત કર્યા હતા.
દરેક આવતા જતા શ્વાસ સાથે એક વિચાર તમારી સાથે જોડાઇ જવો જોઇએ. એ છે કે હું આજે જે કાંઇ પણ છું તે મને મારા દેશે આપ્યું છે. મારા સમાજે આપ્યું છે. આ દેશનાં કરોડો લોકોએ આપ્યું છે. આ દેશ મારો છે. આ દેશનાં લોકો મારા છે. આ સર્વિસમાં આવ્યા બાદ જે તામઝામ મને મળેલો છે તેમાં કોઇ ગરીબના પરસેવાની મહેક છે. સાથીઓ દેશના ગરીબ લોકોનાં આપણે ઋણી છીએ. તે ગરીબનું ઋણ ચુકવવાની આપણી પાસે એક જ પદ્ધતી છે. આપણે દેશા નાગરિકોનું જીવન સરળ બનાવીએ. જે તેમનો હક છે તેના માટે ઇમાનદારીથી પ્રયાસ કરીએ. સાથીઓ આજનું નવું ભારત ખુબ જ આકાંક્ષી અને અધીર છે અને વિકાસ માટેની તેની લલક પહેલા કરતા ખુબ જ વધારે થઇ ગઇ છે. સમગ્ર ભારતમાં નાગરિક પહેલાથી ઘણો વધારે જાગૃત છે.
વધારે સેન્સેટીવ પણ છે. સરકાર માત્ર એક અવાજ કરે અને મદદ માંગે તો તમામ દેશવાસીઓ ખુશી ખુશી તેમાં જોડાઇ જાય છે. એવામાં આપણી પણ જવાબદારી બને છે કે આપણે દેશવાસીઓની ઇઝ ઓફ લિવિંગ વધારીએ. તેના માટે આપણે પ્રોએક્ટિવલી કામ કરવું જ પડશે. આપણે તે વાત સુનિશ્ચિત કરવી પડશે કે રોજિંદા જીવનમાં સરકાર સામે લડવું ન પડે. સામાન્ય માનવીનું જીવન સરકારના પ્રભાવમાં દબાઇ ન જાય. ગરીબ વ્યક્તિનું જીવન સરકારનાં અભાવમાં દમ ન તોડી દે. સાથી ઇઝ ઓફ લિવિંગમાં એક બીજી મહત્વની વસ્તું છે આપણી અર્થ વ્યવસ્થા, પર કેપિટા ઇનકમ ભાગ ભજવે છે. 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવા પાછળ આપણું આ જ કામ છે.
- પછાત જિલ્લાઓને વિકસાવવા માટે અમારી સરકારે ઘણુ કામ કર્યું છે.
- ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યોજનાઓને વધારે મજબુતી સાથે જમીન પર ઉતારી
- આજે અભુતપુર્વ પરિણામો મળી રહ્યા છે, અને હવે આ યોજનાઓ સારી રીતે લાગુ થાય તે તમારી જવાબદારી છે.
- તમારામાંથી દરેક વ્યક્તિની જિલ્લા સ્તર પર કામગીરી નિભાવવા જઇ રહ્યા છે.
- તમે તમારા જિલ્લાની એક મોટી સમસ્યા ઉઠાવો અને તેને સંપુર્ણ ઉકેલવાનો પ્રયાસ કરો
- વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોબ્લેમ એન્ડ ટોટલ સોલ્યુશન સુત્રના આધારે કામગીરી કરો.
- એક સમયે માત્ર એક જ સમસ્યા ઉઠાવો અને તેનો ઉકેલ ન આવે ત્યાં સુધી લાગેલા રહો.
- તમારી સામે અધિકારીઓ અને સિસ્ટમની નેગેટિવ ઇમેજને ધોવાની તક છે.
- અધિકારીઓ સામાન્ય લોકોનો અવાજ નથી સાંભળતા તેવો મેસેજ ક્યારે પણ ન જવો જોઇએ.
- લોકો તુરંત જ સમાધાન નથી ઇચ્છતા પરંતુ તમે તેની વાત જરૂર સાંભળો તેવી તેની ઇચ્છા હોય છે.
- તમારી ઓફીશમાંથી કોઇ પણ નાગરિક સન્માન અને સંતુષ્ટી સાથે નિકળવો જોઇએ.
- પહેલાના જમાનામાં કલેક્ટર માટે નાઇટ હોલ્ટનો નિયમ હતો, આ સમગ્ર કવાયતથી ખબર પડતી હતી જેથી ખબર પડતી હતીકલેક્ટરે ફિલ્ડમાં કેટલો સમય પસાર કર્યો છે.
- ડિસ્ટ્રીક્ટ ગેઝેટીયરની પરંપરા પણ હતી, હેન્ડીંગ ઓવર નોટની પણ એક વ્યવસ્થા હતી.
- નોટ દ્વારા નવા અધિકારીને ઓફીસ અંગેની સમસ્યાઓ, કામ, સહિતની માહિતી મળતી હતી. આવી અનેક બેઝ પ્રેક્ટિસ આપણી જુની પરંપરાઓમાં રહેલી છે.
- જુની સારી વ્યવસ્થાઓને નવી ટેક્નોલોજી સાથે જોડીને આપણે તેને વધારે સમૃદ્ધ અને મજબુત બનાવવાની છે.
- આપણે સોશિયલ મીડિયાનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ.
- આપણા નિર્ણયો અંગેનો ફિડબેક પણ સોશિયલ મીડિયા થકી સીધી જ રીતે મેળવી શકીએ તેમ છે.
- દરેક ફિડબેકનું ઇમાનદારી પુર્વક વિશ્લેષણ કરવું જોઇએ. આપણા વિરોધીઓના મંતવ્યોને પણ સાંભળવા જોઇએ.
- સરકારી વ્યવસ્થામાં રહેવા દરમિયાન ક્યારેક આપણે ભુલ કરી દઇએ છીએ, એસી રૂમમાં બેસી આપણને બધુ જ યોગ્ય લાગે છે.
- આપણું એક સિમિત વર્તુળ હોય છે જેમાં આપણને બધુ જ યોગ્ય હોવાનું લાગે છે, જેના કારણે આપણને સામાન્ય નાગરિકની સમસ્યા વિશે માહિતી નથી મળતી.
- આપણા કમ્ફર્ટઝોનની બહાર નિકળીને કામ કરવાથી યોગ્ય નિર્ણયો લેવામાં મદદ મળશે.
- મિનિસ્ટ્રી હોય, કે કોર્પોરેશન હોય આપણે એક સર્વિસ પ્રોવાઇડર છીએ, પ્રોવાઇડર માટે ગ્રાહક જ સૌથી ઉપર હોય છે.