PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું; `આ વખતે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે અને નરેન્દ્ર એને સપોર્ટ કરે, હું એટલે દોડાદોડ કરૂ છું`
Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવની પુજા અર્ચના કર્યા બાદ વેરાવળમાં સભા ગજવી હતી.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી પોતાના ગઢમાં ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવની પુજા અર્ચના કર્યા બાદ વેરાવળમાં સભા ગજવવા પહોંચ્યા છે. જ્યાં તેઓ જનસભા સંબોધી હતી.
સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી પ્રચાર સભા સોમનાથ સોમનાથ થી શરૂ કરીને તેઓએ સોમનાથ મહાદેવ તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવીને ઉત્સાહ અનુભવી રહ્યો છું તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે લોકશાહી માટે એક એક મત મહત્વનો છે. દેશમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે લોકશાહી ટકાવવા માટે ખૂબ મહત્વનો છે.જરૂરી નથી કે બધા મત કમળને જ આપે પરંતુ મતદાન કરે તે અનિવાર્ય છે.
ઘણા પોલિટિકલ એનાલિસિસ મીડિયા તમામ કહી રહ્યા છે કે ભાજપની સરકાર ગુજરાતમાં બની રહી છે, ત્યારે પ્રધાનમંત્રી પોતે શા માટે પ્રચારમાં છે તેના જવાબમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભલે મને ખ્યાલ છે કે અમે જીતવાના છીએ પરંતુ આપના સુધી પહોંચવું આપના આશીર્વાદ લેવા અને પોતાના કામનું સર્વે જનતા સમક્ષ પ્રસ્તુત કરવું એ મારી ફરજ છે, એટલા માટે હું ચૂંટણી પ્રચારમાં આવી રહ્યો છું.
આઝાદીનો અમૃત મહોત્સવ જ્યારે દેશ ઉજવી રહ્યો છે, ત્યારે આવતા 25 વર્ષ એ શતક લગાવીને ગતિમાન વિકાસ સાથે ઉજવવાના છે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પીએમ મોદી LIVE:
વેરાવળમાં પીએમ મોદીના નારા લાગ્યા
મોદીએ કહ્યું હતું કે આ વખતનો આપણો લક્ષ્યાંક અલગ છે. ગીર સોમનાથ જિલ્લાની ચારેય ચાર બેઠકો જીતી રેકોર્ડ તોડવા આહવાન છે. તમામ બુથ પર ભાજપનો વિજય વાવટો ફરકવો જોઇએ.
મોદીએ કહ્યું કે આ વખતે બધા પોલિંગ બુથ જીતવાનો આગ્રહ છે. ચૂંટણીમાં વિજય નક્કી હોવા છતાં રેકોર્ડ઼ તોડવા માટે મહેનત કરવી જોઇએ. તમામ સર્વે, તમામ વિશ્લેષક ભાજપની જીત માની રહ્યા છે. નાગરિકોને કામનો હિસાબ આપવો એ મારુ કર્તવ્ય છે. ગુજરાતની જનતાએ ભાજપને નિરંતર આશીર્વાદ આપ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, ગુજરાતના બંદરો હિન્દુસ્તાનની સમૃદ્ધિનો કાંઠો બની ગયો છે. આપણે દરિયાને મુસીબત માનતા હતા, આજે દરિયાકાંઠો ધમધમી રહ્યો છે પરંતુ આ બધી ધારણાઓ ગુજરાતીઓએ ખોટી પાડી છે.
પીએમ મોદીએ કહ્યું, બધા એવું કહે કે ગુજરાતના વેપારીઓ શું કરી શકે, માલ લઇને વેચે અને વચ્ચે દલાલી કરે.
ગુજરાતના બંદરો અને દરિયાકિનારો વિકાસ અને સમૃદ્ધિનો દ્વાર છે. માછીમારોને સામાન્ય વ્યાજથી નાણા મળે તે માટે યોજના છે.
પીએમ મોદીએ કહ્યું, આ વખતે નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે અને નરેન્દ્ર એને સપોર્ટ કરે, હું એટલા માટે દોડાદોડ કરૂ છું કે મારુ આ કર્તવ્ય છે. આ ચૂંટણીમાં વિજય નક્કી જ છે, છતાં હું કામ કરૂ છું તમે સ્પોર્ટ કરો તો મારૂ આવેલુ લેખે લાગે.
પીએમ મોદીએ કહ્યું, પહેલો રેકોર્ડ પોલિંગ બુથમાં જૂના બધા રેકોર્ડ તોડવા છે. આ વખતનો આપડે લક્ષ્યાંક જૂદો છે, આ વખતે નવા નવા રેકોર્ડ તોડવો છે. સોમનાથ દાદાના આશિવાર્દ હોય તો પછી જીત પાક્કી જ હોય.
પીએમ મોદીએ કહ્યું આજે ગુજરાતની દિકરી દેશમાં ગૌરવ વધારી રહી છે, શાળામાં શૌચાલય ન હોવાથી દીકરીઓ ભણવાનું છોડી દેતી હતી. પરંતુ હવે એવું નથી.
પીએમ મોદીએ કહ્યું, પહેલાં માતા-પિતા દીકરીઓને ભણાવતા ન હતા, પણ હવે દીકરીઓ ભણી-ગણીને આવી છે આગળ. પહેલાં શાળામાં શૌચાલય ન હતા એટલે દીકરીઓને 4-5 ધોરણ પછી સ્કૂલ છોડવી પડતી હતી.
પીએમ મોદીએ જણાવ્યું કે સરકારે માછીમારો માટે પણ કામ કર્યું છે. માછીમાર ભાઈ બહેનો માટે જેટી, યોજનાઓ અને સબસિડીની વ્યવસ્થા કરી. સારી બોટ માટે લોન, સાગર ખેડુ યોજના ચાલુ કરી. કિસાન ક્રેડિટ કાર્ડથી સામાન્ય વ્યાજે માછીમારો લોન લે છે. ગુજરાતના માછીમારો જે માછલી પકડે છે તે દુનિયામાં ડબલથી વધારે એક્સપોર્ટ થાય છે.
ઓછામાં ઓછા મૂડીરોકાણમાં ગરીબોને રોજગાર મળી રહ્યો છે. કચ્છના રણને આપણે ગુજરાતનું તોરણ બનાવ્યું છે. ટૂરિઝમ વધતા ગરીબ લોકોની કમાણી વધે છે.
આપણે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યૂ બનાવ્યું છે. આજે દુનિયાભરના લોકો સ્ટેચ્યૂ ઓફ યૂનિટી આવે છે.
કેશોદ એરપોર્ટનો પણ વિકાસ કરવાનો છે.
પીએમ મોદીએ કહ્યું, મેં નળથી જળ યોજનામાં ઘરે ઘરે પાણી પહોંચ્યું. દેશના 80 કરોડ લોકોને કોરોના મહામારીના અઢી વર્ષમાં અનાજ પહોચાડ્યું છે.
મોદીએ કહ્યું, જીવન જરૂરિયાતની વસ્તુઓ પર ધ્યાન આપ્યું.
મોદીએ કહ્યું, અગાઉ દરેક જિલ્લામાં ડેરીઓ બનાવી, પરંતુ આપણે બંધ થયેલી ડેરીઓ ચાલુ કરીને પશુપાલકોને રોજગારી આપી
પીએમ મોદીએ કહ્યું, આપણે ઊંચા કુદકા મારીને આગળ વધવુ છે, પાપા પગલી ભવાનો હવે સમય નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે એક એક રન કરવાના નથી, આપણે સદી કરીને શતાબ્દિ ઉજવવાની છે. નરેન્દ્ર દિલ્હીથી આપની સેવા કરશે, ભૂપેન્દ્ર ગુજરાતથી આપની સેવા કરશે.
મોદીએ કહ્યું કે, સૌની યોજનાથી તમામને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. દરિયાના ખારા પાણીને શુદ્ધ બનાવીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. મફતમા ગેસ કનેક્શન આપીને માતા-બહેનોની મુશ્કેલી દૂર કરી છે.
મોદીએ કહ્યું હતું કે આ વખતનો આપણો લક્ષ્યાંક અલગ છે. ગીર સોમનાથ જિલ્લાની ચારેય ચાર બેઠકો જીતી રેકોર્ડ તોડવા આહવાન છે. લોકશાહીનું રક્ષણ અને સુશાસન માટે ભાજપને મત આપવાની તેઓએ અપીલ કરી હતી. તમામ બુથ પર ભાજપનો વિજય વાવટો ફરકવો જોઇએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube