Bet Dwarka Signature Bridge : તાજેતરમાં પીએમ મોદીને લક્ષદ્વીપના પ્રવાસમાં પીએમ મોદીની સ્કૂબા કરતી તસવીરો આવી હતી. તેમનો આ અંદાજ જોવા જેવો હતો, અને દરેકને સ્પર્શી ગયો હતો. ત્યારે હવે ફરી એકવાર પીએમ મોદી સ્પોર્ટી લૂકમાં જોવા મળી શકે છે. વડાપ્રધાન મોદી ફરી એકવા દ્વારકાના દરિયામાં સ્કૂબા કરી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી દ્વારકાના દરિયામાં ડુબેલ સોનાની નગરી દ્વારકાને નિહાળી શકે છે. હજારો વર્ષ પૂર્વે ડૂબેલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોને તેઓ સ્કુબા કરી નિહાળશે તેવી સંભાવના છે. વડાપ્રધાનના સ્કુબાને લઈ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. તેથી તેમના આગમનને લઈ પંચકુઇ બીચ વિસ્તારમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે છે. તેઓ ઓખા જેટીથી બેટ દ્વારકાને જોતા સુદર્શન બ્રિજનું ઉદઘાટન કરશે. તેઓ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકામાં છે. ત્યારે સમાચાર આવ્યા છે કે, પ્રધાનમંત્રી મોદી દ્વારકામાં સ્કૂબા ડ્રાઈવ કરી શકે છે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. હાલ સંગમનારાયણ મંદિર નજીક દરિયામાં નેવીની ટીમ દ્વારા સ્કુબા ડ્રાઇવ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પંચકુઈ વિસ્તારમાં સઘન દેખરેખ રાખવામા આવી રહી છે. 


350 કરોડનું ડ્રગ્સ : અરે સાહેબ પકડ્યું ને પકડાયામાં ઘણો ભેદ છે, વાહવાહીનો હકદાર કોણ?


પ્રધાનમંત્રી સ્કૂબા દ્વારા દરિયામાં ડુબેલી પૌરાણિક દ્વારકા નગરીના દર્શન કરશે. આ માટે દ્વારકાના બીચ પર લાંબા સમયથી ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ઓખા - બેટદ્વારકા વિસ્તારમાં પોલીસનું કડક બંદોબસ્ત ગોઠવી દેવાયું છે. સાથે જ મેરીટાઈમ બોર્ડ તરફથી ફેરીબોટને પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ 25 ફેબ્રુઆરી બાદ ફેરી સેવા સામાન્ય રૂપથી શરૂ કરી દેવાશે. ત્યારે આ સમય દરમિયાન બોટથી જનારા શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. 


પ્રધાનમંત્રી ઐતિહાસિક સુદર્શન બ્રિજનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં હરખની હેલી પ્રસરી ગઈ છે. અત્યાર સુધી બોટમાં ખીચોખીચ ભરીને બેટદ્વારકા સુધી જવુ પડતુ હતું, ત્યાં હવે બ્રિજથી બેટદ્વારકા પહોંચી શકાશે. 


છાશવારે દુબઈ ઉપડી જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, વિઝામાં કરાયો આ મોટો ફેરફાર