• મોરેશિયસના પીએમ પ્રવિંદ જૂગનાથનો આજે રાજકોટમાં ભવ્ય રોડ શો

  • 21 મીએ બ્રિટનના વડાપ્રધાન પણ ગુજરાતથી ભારત પ્રવાસનો આરંભ કરશે


ઝી મીડિયા/બ્યૂરો :મોરેશિયસ અને બ્રિટનના પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મોરેશિયસના પીએમ પ્રવીદ જુગનાથ આજે રાજકોટમાં રોડ શો કરશે. સાથે જ તેઓ પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. તો બ્રિટેનના પીએમ બોરિસ જોનસન પણ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલી વાર નથી કે વૈશ્વિક નેતાઓ તેમની ભારત મુલાકાત દરમિયાન ગુજરાત પણ આવી રહ્યા છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન આ પહેલા અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષો ગુજરાત આવી ચુક્યા છે. ગુજરાતને ગ્લોબલ બનાવવાનો પીએમ મોદીનો પ્રયાસ છે. ત્યારે જોઈએ અત્યાર સુધીમાં કેટલા રાષ્ટ્રાધ્યક્ષો પીએમ મોદીના વતન ગુજરાત આવી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી આટલા રાષ્ટ્રપ્રમુખો આવ્યા ગુજરાત 


  • શી જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિ (17 થી 19 સપ્ટેમ્બર 2014)

  • ડોનાલ્ડ રબીંદ્રનાથ રામોતાર, ગુયાનાના તત્કાલિન રાષ્ટ્રપતિ (7 થી 12 જાન્યુઆરી 2015)

  • શેરિંગ તોબગે, ભૂટાનના તત્કાલિન પીએમ (10 થી 18 જાન્યુઆરી 2015)

  • ફિલિપ જેસિન્ટો ન્યૂસી, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ (4 થી 8 ઓગસ્ટ 2015)

  • શિંઝો આબે, જાપાનના તત્કાલિન પીએમ અને વર્તમાન રાષ્ટ્રપતિ (11 થી 13 ડિસેમ્બર 2015)

  • કે પી શર્મા ઓલી, નેપાળના તત્કાલિન પીએમ (19 થી 24 ફેબ્રુઆરી 2016)

  • એન્ટોનિયો કોસ્ટા, પોર્ટુગલના પીએમ (સાત થી 13 જાન્યુઆરી 2017)

  • બિદ્યા દેવી ભંડારી, નેપાળના રાષ્ટ્રપતિ (17 થી 21 એપ્રિલ 2017)

  • પીએમ શિંઝો આબે, જાપાનના તત્કાલિન પીએમ અને વર્તમાન રાષ્ટ્રપતિ (13 અને 14 ડિસેમ્બર 2017)

  • બેન્જામિન નેતાન્યાહુ, ઈઝરાયેલના તત્કાલિન પીએમ (14 થી 19 જાન્યુઆરી 2018)

  • ડૈની એન્ટોઈન રોલેન, સેશેલ્સના રાષ્ટ્રપતિ (22 થી 27 જૂન, 2018) 

  • જસ્ટિન ટ્રુડો, કેનેડાના પીએમ (17 થી 24 ફેબ્રુઆરી 2018)

  • ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના તત્કાલિના રાષ્ટ્રપતિ (24 અને 25 ફેબ્રુઆરી 2020) 


આજથી ત્રણ દિવસ આવનારા અન્ય વૈશ્વિક નેતા


  • મોરેશિયસના પીએમ પ્રવીદ જુગનાથ આજે રાજકોટમાં રોડ શો કરશે. સાથે જ તેઓ પીએમ મોદીના જામનગરના કાર્યક્રમમાં ભાગ લેવાના છે.

  • બ્રિટનના પીએમ બોરિસ જોનસન 21 એપ્રિલે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવશે


પીએમ મોદીના વડાપ્રધાન પદના બિરાજમાન થતા જ ભારત આવનારા તમામ વૈશ્વિક નેતાઓ લગભગ ગુજરાત આવ્યા છે. તેમનુ ગુજરાતમાં જોરશોરથી સ્વાગત થાય છે. ત્યારે જ્યારે જ્યારે વૈશ્વિક નેતાઓ ગુજરાતમાં આવે છે ત્યારે ત્યારે ચર્ચાઓ વેગ પકડે છે કે, આખરે પીએમ મોદી વિદેશી નેતાઓને હંમેશા ગુજરાત જ કેમ લઈ જાય છે. પીએમ મોદીના વડાપ્રધાન પદ આવ્યા બાદ અનેક વૈશ્વિક નેતા ભારત પ્રવાસે આવ્યા છે, જેમાં મોટાભાગના ગુજરાત તથા વારાસણી ગયા છે. જેનુ એક કારણ એ પણ છે કે, ગુજરાત પીએમ મોદીનુ ગૃહ રાજ્ય છે, તથા બનારસ તેમનુ સંસદીય ક્ષેત્ર છે. તેથી તેઓ આ બે સ્થળોને અચૂક મુલાકાત કરાવે છે.