ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. એ દરમિયાન જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાને કારણે પ્રધાનમંત્રી તાત્કાલિક મોટાભાગના કાર્યક્રમો રદ્દ કરી દીધાં હતાં. આ સાથે જ પીએમ મોદી મોરબીમાં પીડિત પરિવારોની મુલાકાત પણ લેવાના છે. ત્યારે આ મુદ્દે પણ હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


મોરબી હોસ્પિટલમાં અમુક વોર્ડમાં રંગરોગાનની કામગીરીના ફોટા હાલ સોશ્યિલ મીડિયા પર ફરતા થયા છે. હોસ્પિટલમાં એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વીડિયો પણ સામે આવ્યા છે. અચાનક હોસ્પિટલ તંત્રએ રંગરોગાનનું કામ કેમ હાથ પર લીધું એવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.


 



 


મોરબી સિવિલમાં રંગરોગાનઃ
ગઈકાલે જે મોરબી સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યારે એ જ સિવિલ હોસ્પિટલનું રાત્રે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું હોવાની વાત ચર્ચામાં છે. હોસ્પિટલના કેટલાંક વોર્ડમાં સમારકામ અને રંગરોગાનનું કામ ચાલતુ હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે.


એટલું જ નહીં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છેકે, પ્રધાનમંત્રી મોદી અહીંની મુલાકાતે આવતા હોવાથી હોસ્પિટલ તંત્ર સફાળુ જાગ્યું છે. અને રાતોરાત રંગરોગાન કરી રહ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલને નવી બનાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં તૂટેલાં પાણીનાં કૂલર હટાવી નવાં કૂલર મૂકવામાં આવ્યાં છે. ત્યારે હોસ્પિટલમાં તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદી મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાના પીડિતો અને તેમના પરિવારોની મુલાકાત લેવાના છે.