Maharaja Digvijay Singh Poland:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રવાસે છે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભારત અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધ છે. હા, એટલા ગાઢ  કે પોલેન્ડના લોકો ભારતના મહારાજાને પૂજે છે. રાજધાની વૉર્સોની મધ્યમાં 'ગુડ મહારાજા સ્ક્વેર' પણ છે. પીએમ મોદી પણ ત્યાં જશે. આવા સમયે પોલેન્ડના લોકો ફરી એકવાર તે ઘટનાને યાદ કરી રહ્યા છે. આ ઘટના બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલેન્ડમાં બાળકોનો જીવ મુશ્કેલીમાં હતો
જ્યારે હિટલરે પોલેન્ડ પર હુમલો કર્યો, ત્યારે સૈનિકોએ મહિલાઓ અને બાળકોને વહાણમાં બેસાડીને રવાના કરી દીધા હતા. એવી આશા હતી કે તેઓને કોઈ દેશ આશરો આપશે અને તેઓ બચી જશે. પછી ભટકતું આ વહાણ ગુજરાતના જામનગર પહોંચ્યું હતું. રસ્તામાં કોઈ દેશે આશ્રય ન આપ્યો પછી મહારાજા દિગ્વિજય સિંહ રણજીત સિંહજીએ આ પોલિશ લોકોને આશ્રય આપ્યો હતો. ઘણા વર્ષો સુધી તેણે સેંકડો બાળકોની સંભાળ લીધી. આમાંથી એક શરણાર્થી બાળક પાછળથી પોલેન્ડનો વડાપ્રધાન બન્યો હતો.  જામનગરથી 25 કિમી દૂર બાલાચડીમાં આ લોકોને શરણ આપી હતી. તેમના માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા હતા. મહારાજાએ એટલું જ નહીં, નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી. તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. આ ઉપરાંત આ બાળકોના ભણતર માટે રિયાસતની સૈનિક સ્કુલમાં તેમના શિક્ષણની વ્યવસ્થા પણ કરી આપી હતી.  


મહારાજા દિગ્વિજય સિંહના યોગદાનનો ઉલ્લેખ કરતા વર્થો કહે છે કે આ દર્શાવે છે કે કેવી રીતે જરૂરિયાતના સમયે પડોશીની મદદ કરવી જોઈએ. અમે તેમની પાસેથી મદદ કરવા અને શીખવા માટે હંમેશા તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દેશોના પ્રવાસે ગયા છે. આજે તે પોલેન્ડમાં રહેશે. તેઓ પણ ગુજરાત રાજ્યમાંથી આવે છે, તેથી પોલેન્ડના લોકો માટે જૂની યાદોને તાજી કરવાની આ એક તક છે. પીએમ મોદી ગુડ મહારાજા સ્ક્વેરની પણ મુલાકાત લેશે.


તે ગુજરાતના જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજા હતા. તેમને એક સાહસિક નિર્ણય લીધો અને પોલેન્ડના લોકોને તેમના રાજ્યમાં આશરો આપ્યો. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતી. મહારાજાએ 1942 થી 1946 સુધી પોલેન્ડથી સેંકડો માઈલ દૂર પોતાના રાજ્યમાં હજારો પોલિશ બાળકોને સુરક્ષિત રાખ્યા હતા. આજે પોલેન્ડમાં 8 શાળાઓ જામ સાહેબના નામ પર છે. મહારાજાનું નામ ઘણી જગ્યાએ વાંચી શકાય છે.


[[{"fid":"582220","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ભારતમાં પોલેન્ડના ભૂતપૂર્વ રાજદૂત પણ મહારાજાના નામની શાળામાં ભણ્યા હતા. પોલેન્ડના લોકો જામનગરના મહારાજાને એટલું માન આપે છે કે તેઓ તેમના ચિત્ર સાથે ટી-શર્ટ પહેરે છે. વોર્સોમાં રહેતા પોલેન્ડના નાગરિક વર્થોએ કહ્યું કે અમે ટી-શર્ટ એટલા માટે પહેરી છે કારણ કે અમે મહારાજાને યાદ કરવા માંગીએ છીએ. અમે વિશ્વયુદ્ધ દરમિયાન જે બન્યું તેની સ્મૃતિને જીવંત રાખવા માંગીએ છીએ. આ રીતે, અમે આવનારી પેઢીને જણાવવા માંગીએ છીએ કે કેવી રીતે ભારતના મહારાજાએ જરૂરિયાતના સમયે માનવતા બતાવી.


 રાજા દિગ્વિજયસિંહના નામમાં રાજધાની વોરસો ખાતે એક ચોકનું નામ ને એક પાર્કનું નામ રાજા દિગ્વિજયસિંહના નામ પર રાખ્યું હતું. ઉપરાંત રાજા દિગ્વિજયસિંહને મરણોપ્રાંત સર્વોચ્ચ નાગરિક સન્માન કમાન્ડર્સ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરીટથી સન્માનિત કર્યા છે.


પીએમ પોલેન્ડથી યુક્રેનની રાજધાની કિવ સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરશે, જેમાં લગભગ 10 કલાકનો સમય લાગશે. પરત ફરવાની મુસાફરી પણ લગભગ સમાન સમયગાળાની હશે. રશિયાના પ્રદેશમાં કિવના તાજેતરના લશ્કરી હુમલા વચ્ચે વડા પ્રધાન યુક્રેનની મુલાકાતે છે.