આપણે એવી તોપ બનાવી કે નડાબેટથી પાકિસ્તાનને ઘરમાં મારે- પીએમ મોદી
ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેને લઈને આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.
પાટણ: ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેને લઈને આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો આજે પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દેવા જઈ રહ્યાં છે. પીએમ મોદીએ આજે પાટણમાં જનસભા સંબોધી વડાપ્રધાન મોદીના સંબોધન અગાઉ ડે.સીએમ નીતિન પટેલે સભાને સંબોધન કર્યું. આ જનસભા દ્વારા પાટણ, બનાસકાંઠા અને મહેસાણા બેઠકને આવરી લેવાના પ્રયત્નો કરાયા.
પીએમ મોદીના સંબોધનની મહત્વની વાતો...
- પાટણની ઓળખ સાથે સંબોધનની કરી શરૂઆત.
- જીવનમાં સ્ટુડિયોમાં પહેલો ફોટો કદાચ પાટણના સ્ટુડિયોમાં પડાવ્યો હતો- મોદી- ગુજરાતનો કોઈ ખુણો એવો નહીં હોય જેની મારા મન મંદિરમાં અસર ન હોય, છાપ ન હોય અને પ્રેરક ઘટનાઓ ન હોય. આ ધરતીમાં હું જન્મ્યો, ઉત્તર ગુજરાતે મોટો કર્યો.- પીએમ મોદી
- નોટ પર એક બાજુ ગાંધી ગુજરાતના અને બીજી બાજુ રાણકી વાવ- મોદી
- જેટલો તમારો મારા પર હક એટલો મારો તમારા પર હક- મોદી- મારા માટે આ ચૂંટણી સભા નથી પરંતુ જેમણે મને મોટો કર્યો તેમના દર્શન કરવાનો અવસર છે. અને સામાન્ય રીતે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે આપણા વડીલોને પગે લાગીને તેમના આશીર્વાદ લેતા હોઈએ છીએ. એમ મારા માટે પણ વડીલ કહો તો પણ તમે અને મારા ગુરુજન કહો તો પણ તમે, મારા સાથી, ગોઠિયા પણ તમે અને એટલે આશીર્વાદ તમારી પાસે લેવાનું મન સ્વાભાવિક થાય. આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારેય ટોણો મારવાનો મોકો ન રહે. - મોદી
- 23મી મેના રોજ ચૂંટણીના પરિણામ આવશે, 23મી મે ગુજરાતમાં મતદાન. ફીર એકવાર મોદી સરકાર , 26 બેઠકમાંથી આઘુ પાછું થાય તો દેશમાં ફરી ચર્ચા થશે.
- ઘરના છોકરાને સાચવવાનની જવાબદારી તમારી- પીએમ મોદી
- સરકારનો સ પણ ખબર નહતી અને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. પછી થયો બધુ શીખો...આપણે કરવાનું છે.- પીએમ
- તમે બધાએ મને ટીપી ટીપીને ઘડ્યો છે, મારી મારીને આગળ કર્યો છે. તમે જે કસોટીમાંથી મને કસીને કાઢ્યો છે તેમાંથી હું ઊણો નથી ઉતર્યો- પીએમ મોદી
[[{"fid":"211444","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
- જનરલ કરિઅપ્પાને કર્યાં યાદ, મૂળ કર્ણાટકના હતાં. જે ગામમાં જન્મ્યા હતાં ત્યાના લોકોએ તેમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો. તેમણે કહ્યું હતું કે દુનિયામાં હું સેનાના વડા તરીકે ડગલે ને પગલે લોકો સલામ કરતા હોય, લાખોની ફોજ સલામ કરતી હોય, વિશ્વના કોઈ પણ દેશના સેનાધ્યક્ષને મળતો હોઉ તો તેઓ સન્માન કરતી હોય. માન મોભો બધુ જ મળ્યું પણ આનંદ ત્યારે જ આવ્યો કે મારા ગામના લોકોએ મને બોલાવીને મારા હાથમાં ફૂલનો ગુલદસ્તો મૂક્યો. - આજે દુનિયામાં અમેરિકાના, ચીન, રશિયાના રાષ્ટ્રપતિને મોદી મળતા હોય પરંતુ જ્યારે તમે હાથ મીલાવો તો મજા કઈક અલગ હોય. તેને ખુમારી કહેવાય. તમારી વચ્ચે મને નવી ઉર્જા, તાકાત આપે. દેશ માટે કઈંક કરવાની નિરંતર પ્રેરણા આપે.
- આજે દેશ 5 વર્ષના ટુંકા ગાળામાં સમગ્ર દેશ જે કાઈ કરી શક્યાં તેના મૂળમાં લાંબો સમય તરીકે જે મુખ્ય મંત્રી તરીકે કામ કરવાનો મોકો મળ્યો, તે આજે સંપૂર્ણ દેશમાં મેં કામે લગાડ્યું.
- આ દેશમાં આટલા વડાપ્રધાન થયા પરંતુ જેટલો સમય હું મુખ્યમંત્રી બનીને ગયો તેવો કોઈને અનુભવ નહતો. લોકો સાથે ગ્રાસરૂટ લેવલે કામ કરવાની તક મળી. જે પણ નીતિ બની તે જમીનથી જોડાયેલી બની. જેના કારણે તેને નાગરિકોની તાકાત મળી.
- 40 વર્ષ થયા... આ આતંકવાદે હિન્દુસ્તાનના લોકોના આંસુ કોઈ દિવસ સુકવા દીધા નથી. કોઈ કલ્પના કરી શકે કે મંદિરો બહાર પોલીસ મૂકવી પડે. આ દેશની 40 વર્ષમાં આવી દુર્દશા કોણે કરી? આતંકવાદને કોણે પાળ્યો પોષ્યો? બરબાદના મૂળમાં કોણ? તમે મને આ પરિસ્થિતિનો મુકાબલો કરવા માટે મોકલ્યો છે.
જુઓ LIVE TV