લેઉવા પટેલના આસ્થાના ધામમાં પીએમ મોદી, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યું
લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી અન્નપૂર્ણા માતાના નવનિર્મિત વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત કર્યાં.
ગૌરવ પટેલ/અમદાવાદ : પ્રધાનમંત્રી આજે અમદાવાદમાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે તેઓ ગાંધીનગરના અડાલજ-કોબા રોડ પર લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા અન્નપૂર્ણધામ ટ્રસ્ટમાં પહોંચ્યા છે. તેઓ લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી અન્નપૂર્ણા માતાના નવનિર્મિત વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદી વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, ભોજનાલય, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્ર તેમજ રહેવા માટેના રૂમોનું ખાતમુહૂર્ત કર્યાં.
અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટથી Live :
- 2020મા વિદ્યાર્થીના સેન્ટરના લોકાર્પણ અને કન્યા છાત્રાલયના શિલાન્યાસ માટેનો મોદીએ સવાયો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, મારા ઘરમાં મને બોલાવશે તો કોણ ના પાડે.
- તેમણે કહ્યું કે, સમાજના આગેવાનોએ અમૂલ બનાવ્યું, જેનો લાભ દરેક વર્ગને થયો. સરદારની પ્રેરણાથી આ કામ શરૂ થયું હતું. અમુલ ડેરીને શરૂ કરનાર તમામ લેઉવા પટેલ હતા. કોઇ લેઉવા પટેલે પોતે ડેરી બનાવ્યાને ચેક નથી વટાવ્યો માટે લેઉવા પટેલ સમાજને અભિનંદન. ત્યારે હુ ઈચ્છુ છું કે, આ ટ્રસ્ટ દ્વારા ફુડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવામાં આવે. ખેડૂત જે પેદા કરે છે તેમાં મૂલ્યવર્ધી, વૈજ્ઞાનિક છબે વ્યવસ્થા ઉભી થાય તેવુ હું ઈચ્છુ છું. ખેડૂતને ફૂડ પ્રોસેસિંગ યુનિટનો લાભ મળે, તો મા અન્નપૂર્ણાનો અર્થ સાર્થક થશે. પંચત્ત્વના મૂળ તત્વને ધ્યાનમાં રાખીને સમાજને ઉજાગર કરીશું. તેમણે કહ્યું કે, આજે ખેડૂત પુત્રોની વચ્ચે આવ્યો છું. કૃષિ જગતના લોકોની વચ્ચે આવ્યો છું. જય જવાન, જય કિસાન બંનેનુ મૂલ્ય છે.
પીએમ મોદી કેશુભાઇ પટેલ એક મંચ પર, જુઓ શું થયું?
- મારી આ સમાજને પ્રાર્થના છે કે, અન્નપૂર્ણા ધામમાં જે કોઈ આવે તેને પ્રસાદમાં છોડ આપવામાં આવે. તો જિંદગીભર આ માતાનો પ્રસાદ તેના આંગણા કે ખેતરમાં મળે. એ વૃક્ષને કંઈન થવા દે. જેમાં પર્યાવરણ પણ સચવાય. આ સમાજ નક્કી કરે, જેના ઘરમાં દીકરી પેદા થાય તે દરેક દીકરીને દર્શન કરાવવા આ ધામમાં આવે. એ દીકરીને ઈમારતી લાકડાવાળા પાંચ છોડ આપે. શક્ય હોય તો સરકાર સાથે વાત કરીને જમીન માંગે, અને પરિવાર વતી ઈમારતી લાકડાના પાંચ છોડ ત્યા વાવે. દીકરી જ્યારે 20 વર્ષની થાય, ત્યારે એ ઈમારતી છોડને વેચીને બજારમાં વેચી શકાય. આ લાકડાના જે પૈસા આવે તે દીકરીને લગ્ન માટે આપવામા આવે. જેથી તેના માબાપને દેવુ ન કરવુ પડે. આજે હજારો કરોડોનું ઈમારતી લાકડુ બહારથી લાવવુ પડે છે. આપણી ધાર્મિક પરંપરાને આધુનિક રીતમાં જોડવા માટે આ જગ્યા કામ કરી શકે છે.
- આપણો સમાજ પરગજુ સમાજ છે. સાંસ્કૃતિક વિરાસતમાં શિક્ષણને જોડવાનું કામ આજે અહી થયું છે. આજે આપણા દેશમાં પરંપરા થઈ છે બધુ સરકાર કરે છે. ભારતમાં આવો રિવાજ ન હતો. ધર્મશાળા, પરબ બધુ જ સમાજ કરે. ધીરે ધીરે સમાજની શક્તિ દબાવી દેવામાં આવી, અને રાજ્ય સત્તા ઉપર આવી. પણ અમે સમાજને શક્તિશાળી બનાવ્યો. સમાજ શક્તિશાળી હોવા જોઈએ, સરકારી શક્તિ ભેગી કરવાની જરૂરી નથી. અમે આ કામોને પ્રોત્સાહન આપીએ છીએ. આમા કોઈ રાજકીય કાવાદાવા નથી.
PM મોદી આજે અમદાવાદમાં જે યોજના શરૂ કરશે, તેનો સીધો ફાયદો 10 કરોડ લોકોને થશે
- પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, સમાજ જીવનમાં જેણે સૌથી વધુ અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડીને તણમાઁથી મણ કરીને જેણે સમાજજીવનની ચિંતા કરી. કાઠિયાવાડમાં ખેડૂતનો મતલબ એટલે કે લેઉવા પટેલ. આ વિશેષતાના ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપૂર્ણા માતાનું તીર્થક્ષેત્રનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં દર વીસ-પચ્ચીસ કિલોમીટરના અંતરે ઓટલો અને રોટલોની વ્યવસ્થા હોય છે. આવુ હિન્દુસ્તાનને ખૂણેખૂણે છે. આ હાજરો વર્ષોની પરંપરા છે.
- ટ્રસ્ટમાં શિક્ષણ ભવન સાથે વિદ્યાર્થીઓની હોસ્ટલનું ખાત મુહુર્ત પીએમ દ્વારા કરાયું
[[{"fid":"205306","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PMKeshubhai.JPG","field_file_image_title_text[und][0][value]":"PMKeshubhai.JPG"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PMKeshubhai.JPG","field_file_image_title_text[und][0][value]":"PMKeshubhai.JPG"}},"link_text":false,"attributes":{"alt":"PMKeshubhai.JPG","title":"PMKeshubhai.JPG","class":"media-element file-default","data-delta":"2"}}]]
- અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ઉદઘાટન કાર્યક્રમોમાં પહોંચેલા પીએમ મોદી કેશભાઈ પટેલને મળ્યા હતા. કેશુભાઈને પગે લાગીને તેઓ તેમને ગળે મળ્યા હતા.
- લેઉવા પટેલ સમાજના મોભીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
- તેઓએ મા અન્નપુર્ણાની પૂજા-અર્ચના કરીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
લેઉવા પાટીદારો માટે ખાસ છે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ
- અન્નપૂર્ણધામ ટ્રસ્ટ એ લેઉઆ પટેલા સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. જે અંતર્ગત 5 કરોડથી વધુના ખર્ચે મંદીર તૈયાર કરવામાં આવ્યુ છે.
- અન્નપૂર્ણા ધામની વિશેષતા છે કે તેમાં દાનપેટી રાખવામાં નહીં આવે. આ મંદિરમાં શ્રીફળ પણ વધેરવામાં નહીં આવે.
- પ્રધાનમંત્રી જે ઇમારતોના ખાતમુહુર્ત કરશે, તે માટે પણ રૂ. 25 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.
- આ માટે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોભીઓ દ્વારા મોટુ દાન આપવામાં આવ્યુ છે.
- 600 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતુ છાત્રાલય, સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનીંગ આપતુ સેન્ટર અને ભોજનાલય જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
- તેને લાભ દરેક સમાજના દરેક વર્ગના લોકો લઇ શકશે. પરંતુ તેમાં પ્રાથમીકતા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને અપાશે.
- આ તમામ સુવિધાઓ આગામી 2020ના શૈક્ષણિક વર્ષથી શરૂ થાય તે રીતનું આયોજન કરાવામાં આવી રહ્યુ છે.
[[{"fid":"205304","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PMMaaAnnapurna.JPG","field_file_image_title_text[und][0][value]":"PMMaaAnnapurna.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"PMMaaAnnapurna.JPG","field_file_image_title_text[und][0][value]":"PMMaaAnnapurna.JPG"}},"link_text":false,"attributes":{"alt":"PMMaaAnnapurna.JPG","title":"PMMaaAnnapurna.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]
વિજય રૂપાણી બન્યા અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી
મુખ્યમંત્રી વિજય રૂપાણીને અન્નપુર્ણા ટ્રસ્ટના 108 ટ્રસ્ટીઓ વચ્ચે સ્થાન અપાયું છે. તો આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. જેમાં કેશુભાઇ પટેલ, કરશનભાઇ પટેલ, વલ્લભભાઇ કથીરીયા, દિનેશ કુંભાણી, સુરેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા દિલિપ સંઘાણી સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવો હાજર રહ્યા છે. તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કે. સી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા પીએમ મોદીની બે દિવસની મુલાકાત ચૂંટણીને લક્ષીને મહત્વની રહી હતી. ગઈકાલે તેમણે કડવા પાટીદારોના કાર્યક્રમમાં હાજરી આપી હતી, તો આજે બીજા દિવસે તેઓ લેઉઆ પટેલોના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.