ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત –ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. આ મુકાબલો નિહાળવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ આવવાના છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થઈ ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. ત્યારબાદ આવતીકાલે સવારે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ નિહાળશે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચ નિહાળશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એંથોની એલ્બનીઝ અમદાવાદ પહોંચી ચૂક્યા છે. 


નોંધનીય છે કે, અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના પીએમ પહોંચી ગયા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને આવકારવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.