Gujarat Election 2022, અતુલ તિવારી, અરવલ્લી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાલનપુરમાં જનસભાને સંબોધી. ત્યારબાદ મોડાસા પહોંચ્યા છે. ત્યારબાદ દહેગામ અને બાવળામાં જનમેદનીને સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદીનો આજે ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડાસાથી પીએમ મોદી Live:


  • પીએમ મોદીએ કેમ છે આખું મોડાસા... સુખમાં બધા? મને લાગે છે આ વખતે ઘણા સમય પછી આવવાનું થયું. તમને મળીને આનંદ આવે, ફરી એકવાર દર્શનનો મૌકો મળ્યો. આટલી વિશાળ સંખ્યામાં આવીને અમને આશીર્વાદ આપ્યા, અમને વિજય અપાવવાના સંકલ્પ બદલ આભાર..પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી 5 વર્ષની ભવિષ્ય નક્કી કરવા માટે નથી, પણ 25 વર્ષના નિર્ણય કરવાનો છે. 2047માં દેશને આઝાદીના 100 વર્ષ થયા ત્યારે પ્રગતિશીલ દેશોની બરોબરીમાં રાજ્ય ઉભુ હશે. હું પ્રચાર માટે નથી આવ્યો, એ તો તમે જ જીતાડશો. પ્રચારની શું જરૂર, પણ દેશની સેવા કરવા માટે તાકાત મળે એ માટે આશીર્વાદ લેવા આવ્યો છું. 

  • પીએમ મોદીએ કહ્યું, આ વખતે ઉત્તર ગુજરાત નવા મિજાજમાં છે. અરવલ્લી, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં નવો જુવાળ દેખાય છે, 100 ટકા કમળ દેખાય છે.

  • પીએમ મોદીએ કહ્યું, હવે ઉત્તર ગુજરાતે મક્કમ થઈને ઉત્તમ ભવિષ્ય બનાવવા નવો ચીલો ચિતરવો છે. પહેલા કેટલીક સીટ પર કાચું કપાતું હતું, જ્યાં એવું થયું ત્યાં ખબર પડી છે કે કાઈ ફાયદો થયો નથી. કમ સે કમ હિસાબ તો માગી શકાય. આ વખતે ભાજપના બધા ઉમેદવારોને વિજય બનાવવાનો નિર્ણય ઉત્તર ગુજરાતે કરી લીધો છે.

  • પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ હમેશા ગુજરાતને પાછત રાખવામાં રચ્યું પચ્યું રહ્યું. અહીં અનેક દિગ્ગજો લડી ગયા પણ અમારે વોટબેંક માટે નહીં કામ કરવું છે

  • પીએમ મોદીએ કહ્યું, અરવલ્લી, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કમળ ખીલવવા માટે બહેન, જુવાનો મેદાને છે, એ ગર્વની વાત છે. કોંગ્રેસ પર અવિશ્વાસ, ભાજપ પર વિશ્વાસ એટલે કારણ કે અમને જોયા છે. તમે આ બોર્ડર વટાવો એટલે રાજસ્થાન, કોઈ સારા સમાચાર મળે છે. એવા લોકો જે રાજસ્થાનમાં ભલું નથી કરી શકતા એ અહીં કરી શકે ખરા. ગુજરાતના ભલા માટે કામ કરવું છે. દેશના યુવાનોનું ભવિષ્ય બનાવવા અમે કામ કરી રહ્યા છીએ.

  • પીએમ મોદીએ કહ્યું, એમનું કામ છે, જાતિવાદના નામે ભાગ પાડો, ભાષાના નામે ભાગ પાડો. 20 વર્ષ પહેલાં જે મુસીબતો હતી, એ એક પછી એક ઉકેલી છે. સમસ્યાઓ ઘટાડી, સુવિધા વધારવાનું કામ કર્યું. વીજળી 24 કલાક મળે, ખેડૂતોને વીજળી મળે એવા પ્રયત્ન કર્યો. દિવસે વીજળી કેમ મળે એવો પ્રયત્ન ભૂપેન્દ્ર ભાઈએ કર્યા છે. 

  • પીએમ મોદીએ કહ્યું, 20 વર્ષ પહેલાં ખુલ્લામાં શૌચાલય જવું પડતું, હવે ઘરે ઘરે શૌચાલય બનાવડાવ્યા. 20 વર્ષ પહેલાં લાકડા સળગાવીને રસોડું ચલાવવું પડતું, આજે ગેસ પહોંચાડ્યા. 

  • પીએમ મોદીએ કહ્યું, ગુજરાત સરકારની માં યોજના, જેના કારણે ગુજરાત સ્વસ્થ બને એની ચિંતા કરી છે. સુરત તાપીને છોડી દો, એટલે દિવાળી જતા પાણીના વલખા મારવાના, પણ ગુજરાતને પાણીની સમસ્યાથી બહાર લાવવાનું કામ કર્યું. આજે ગુજરાતમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા નળ કનેકશન આપ્યા. ટપક સિંચાઈ દ્વારા લોકો પાણી બચાવવા ભાગીદાર બન્યા. એક પાકને બદલે બે ત્રણ પાક ખેડૂતો લેતા થયા. 

  • પીએમ મોદીએ કહ્યું, ફળ અને સબજીના ક્ષેત્રે પણ આપણે આગળ વધ્યા છીએ. આજે 12 કલાકમાં દિલ્લી સુધી શાકભાજી પહોંચે છે. પહેલા દિલ્લીની ચા પીતા પણ હવે ગુજરાતની શાકભાજી દિલ્લી ખાય છે.

  • પીએમ મોદીએ કહ્યું, 2 લાખ ખેડૂતોના ખાતામાં 400 કરોડ પહોંચાડ્યા છે. જાડું અનાજ તરીકે 2023 વર્ષ ઉજવવામાં આવશે. જુવાર બાજરી પકવતા ખેડૂતોને આનો લાભ મળશે. ગામડાનો વિકાસ, દરેક રિપોર્ટ કહે છે, ગરીબી ઘટી રહી છે. વીજળી નાં આવે તો મોબાઈલ ચાર્જ ક્યાં કરશો? આપણે એટલા કારખાના ઊભા કર્યા, વીજળી આજે સર પ્લસ છે, જરૂર કરતાં વધુ વીજળી પેદા કરીએ છીએ.

  • પીએમ મોદીએ કહ્યું, બાળક ઘરે બેસીને કોરોનાંમાં અભ્યાસ કરી શક્યું. હવે 5g લાવવા જઈ રહ્યા છીએ. વિંડ એનર્જી, 5 ગણી વધુ પેદા થાય છે. સોલાર પાવર અહીં પાડોશમાં શરૂ થયો, 10 ગણી વધુ વીજળી પેદા કરી. ઘરે ઘરે રૂફ ટોપ. મોઢેરામાં ઘરે ઘરે સોલાર પેનલ, દરેક ઘરે વીજળીનું કારખાનું. ઘરે વીજળી આવે અને એ જ વિજલીમાંથી કમાણી થાય, એ વાત મોદી જ કરી શકે.

  • પીએમ મોદીએ કહ્યું, સોલાર આવ્યું એટલે હવે લોકો ઘરે ઘરે ફ્રીઝ અને એસી લાવે છે. અમારા કચ્છી પટેલોએ વીજળી માટે આંદોલન કર્યું હતું, ત્યારે કોંગ્રેસે ગોળીઓ મારી હતી. વીજળી સસ્તી કરવાની વાત દૂર.. વીજળી ખરીદશો ક્યારેની વાત કરી રહ્યા છીએ. સૂર્ય દેવતા તપી રહ્યા છે, જેટલી વીજળી વાપરવી હોય વાપરો.

  • પીએમ મોદીએ કહ્યું, 60 લાખ ટનના બદલે 160 લાખ મેટ્રિક ટન આજે દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. દિલ્લીમાં ગયો, કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું કામ કર્યું. આદિવાસી પટ્ટો, એમનું ગૌરવ વધે. ગુજરાતમાં ભાજપ લાવીને ફરી આગળ વધવું છે.

  • પીએમ મોદીએ કહ્યું, અરવલ્લી મારો જિલ્લો છે હક્કથી કહેવાય.. મોડાસા, માલપુર, પ્રાંતિજ, ભિલોડામાં હુલ્લડ થાય, આજે આ દુકાનો બંધ થઈને. મોડાસા શું થતું મને ખબર છે, દીકરી ઘરે આવશે સાંજે એની ચિંતા થાય. મંડપની બહાર ઊભેલાનો પ્રેમ છે, જે તડકામાં ઊભા રહીને અમને આશીર્વાદ આપે છે. 

  • પીએમ એ પોતાનું કામ કરાવવાની સૌને અપીલ કરી. ત્યારબાદ જણાવ્યું કે, મારું એક અંગત કામ બધાને સોંપું છું. ચૂંટણીના જેટલા મત માગવા હોય માગજો પણ મારા પ્રણામ એમને પાઠવાજો. 


સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે વચનોના આંબા આંબલી બતાવી ભૂતકાળમાં લોકોએ શાસન કર્યું. વંચિતોનો વિશ્વાસ એટલે ભાજપ સરકાર. ભાજપ આવી ત્યારથી દરેક ઘરે જળ, ગેસ કનેક્શન પહોંચ્યું છે. મોદીજીના માર્ગદર્શનમાં ભાજપનો એક એક કાર્યકર ચૂંટણી હોય કે નાં હોય પ્રજાની વચ્ચે રહે છે. મોદીજીએ મોડાસા, માલપુર, મેઘરજના માર્ગો અને પરિવાર વચ્ચે રહ્યા છે. પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ બદલીને બતાવી છે. ગુજરાતની કાયાપલટ થઈ છે. આદિજાતિ અરવલ્લી જિલ્લો 2013માં અલગ જિલ્લો બન્યો અને નવો યુગ શરૂ થયો. નર્મદાનું પાણી મેશ્વા, વાત્રક સુધી લઈ ગયા છીએ. ભિલોડા અને મેઘરજમાં સિંચાઈ માટે પાણી પહોંચાડ્યું. આપણા શહેર વિશ્વ કક્ષાના બની રહ્યા છીએ. આજે પાણીની સમસ્યા નથી રહી, ખેડૂતોની આવક વધી છે. મોડાસા એજ્યુકેશન હબ બન્યું છે. શામળાજી મંદિરનો અગાઉ મોદીજીએ 70 કરોડના ખર્ચે કાયાપલટ કરી હતી. ભાજપની વિજયયાત્રા અવિરત રાખવાની છે


અરવલ્લીમાં પીએમની સુરક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડાસામાં સભા સંબોધશે. PM મોદીની સભાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. મોડાસામાં સભા સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પીએમ મોદીની સુરક્ષામાં 6 SP, 12 DySP, 22 PI, 42 PSI તૈનાત કરાયા છે. SPG, NSGની ટીમ પણ નજર રાખશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube