અમદાવાદ :પહેલાં માનવતા વાદી અને ત્યાર બાદ કાયદાનું પાલન. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન બે સુંદર ઉદાહરણ પૂરા પાડ્યા છે. અમદાવાદમાં પ્રધાનંત્રીએ એમ્બ્યુલન્સ માટે પોતાનો કાફલો રોકાવ્યો. જ્યારે રાજસ્થાનના આબુ રોડમાં રાતના 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ હોવાના કારણે માઈક વગર જ જનસભા સંબોધી હતી. જે બદલ તેમણે જાહેર સભામાં માફી માંગી હતી. એટલું જ નહિ, PM મોદીએ 3 વખત માથું ઝુકાવીને લોકોની માફી માંગી. ફરીથી આવીશ ત્યારે વ્યાજ સાથે તમારું ઋણ ચુકવીશ એવું પણ કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ નરેન્દ્ર મોદી કાયદાના પાલનનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. તેમના માનવતાભર્યા અનેક ઉદાહરણો આપણે જોયા છે. અનેકવાર તેઓ રસ્તા પરથી કચરો ઉપાડતા પણ દેખાય છે. ત્યારે ગઈકાલે ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ કાયદાનું પાલન કરવાનું ચૂકી ગયા તો માફી માંગી હતી. રાજસ્થાનમાં માઈક વગર જ PM એ જનસભા સંબોધી હતી. PM મોદીની જાહેરસભા આબુ રોડ પર યોજાઈ હતી. પરંતું સભામાં પહોંચવા પ્રધાનમંત્રી મોદીને મોડું થયું હતું. તો બીજી, રાજસ્થાનમાં 10 વાગ્યા બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે. તેથી પ્રધાનમંત્રી મોદીએ સભામાં આવેલા લોકોની માફી માંગી હતી. 


આ પણ વાંચો : રૂમ ફ્રેશનર ભરેલા ટ્રકમાં એવી આગ લાગી કે, 2 કલાક નેશનલ હાઈવે બંધ રાખવો પડ્યો


એટલું જ નહિ, સભામાં PM મોદીએ 3 વખત માથું ઝુકાવીને લોકોની માફી માંગી હતી. તેમજ કહ્યુ હતું કે, ફરીથી આવીશ ત્યારે વ્યાજ સાથે તમારું ઋણ ચુકવીશ. આમ, કાજસ્થાનમાં PM મોદીએ કાયદાનું પાલન કર્યું, તેમજ પોતાની ભૂલ પર માફી માંગવાનું પણ ચૂક્યા ન હતા. તેમની આ વાત જીવનમાં શીખ આપે છે.



માફી માંગતા શું કહ્યું... 
મારે પહોંચવામાં મોડું થયું છે, 10 વાગી ગયા છે. મારો આત્મા કહી રહ્યો છે કે મારે કાયદા-નિયમનું પાલન કરવું જોઈએ અને એટલા માટે હું તમારી ક્ષમા માગું છું પરંતુ હું તમને વિશ્વાસ અપાવુ છું. હું ફરીવાર અહીં આવીશ, અને તમારો આ પ્રેમ છે એ વ્યાજ સહિત ચૂકવીશ.