vadnagar will become inspirational destination : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓના રોલ મોડલ છે. વડનગરની ગલીઓમાં તેમનું બાળપણ સંઘર્ષમાં વીત્યું છે. ત્યારે તેમના આ સંઘર્ષ અને સફળતા વિશે અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી વડનગરમાં એક ખાસ આયોજન કરાયું છે. વડનગરમાં પ્રધાનમંત્રી મોદી જે શાળામાં ભણ્યા હતા, તે શાળાનું નવીનીકરણ કરાયું છે. સાથે જ આ શાળામાં વિદ્યાર્થીઓને સ્ટડી ટુર કરાવાશે. ધોરણ 9થી 12ના જે વિદ્યાર્થીઓ આ સ્ટડી ટૂર કરી શકશે. એ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેના માટે મંત્રાલય દ્વારા ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સમગ્ર વર્ષમાં દર સપ્તાહે 10 છોકરીઓ અને 10 છોકરાઓ એમ 20 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ આ ટુરમાં ભાગ લઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્કૂલમાં વડાપ્રધાન મોદીએ આ શાળામાં અભ્યાસ કર્યો છે
આ ટૂરનો કાર્યક્રમ ગુજરાતના વડનગરમાં 1888માં સ્થાપિત વર્નાક્યુલર સ્કૂલમાં યોજાશે. આ સ્કૂલમાં વડાપ્રધાન મોદીએ અભ્યાસ કર્યો હતો. 1888માં શરૂ થયેલી આ સ્કૂલનું નામ વડનગર કુમારશાળા નંબર-1 હતું. 2018માં આ સ્કૂલને બંધ કરીને તેનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું. વડનગર માટે એક મેગા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI)એ આ સ્કૂલની મરામત કરી છે. આ દરમિયાન આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને નજીકની કન્યાશાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે નવી બનેલી સ્કૂલમાં આઠમા સુધીના ક્લાસ, એક કેફે, ઓરિએન્ટેશન સેન્ટર વગેરે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સ્કૂલને ખાસ ટેકનોલોજીથી પણ સજ્જ કરવામાં આવી છે જ્યાં બાળકો આધુનિક ટેકનોલોજી દ્વારા અભ્યાસ કરી શકશે. 


ગુજરાતમાં સસ્તુ થયું પેટ્રોલ અને ડીઝલ, ગુજરાતના શહેરોમાં આ ભાવે આજે વેચાશે


 


ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની મોટી ઘાત : ગમે ત્યારે તૂટી પડશે વરસાદ