PM Modi In Dwarka : દ્વારકા નગરીએ આજે ઐતિહાસિક ઘડી બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે દ્વારકા, બેટદ્વારકાના દર્શન કરીને સુદર્શન સેતુ લોકો માટે ખુલ્લો મૂક્યો. જેના બાદ તેઓ દ્વારકાના દરિયે પહોંચ્યો હતો. પીએમ મોદીએ પંચકુઈ બીચ પર દરિયામાં અંદર જઈને નિરીક્ષણ કર્યું હતું. દ્વારકાના દરિયા કિનારાને પર્યટન તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. જેને પગલે પ્રધાનમંત્રી મોદીએ દરિયામાં જઈને નિરીક્ષણ કર્યું. તેઓએ વિકાસ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, દરિયા કિનારાને પર્યટન સ્થળ વિકસાવવા પીએમ મોદીનો ધ્યેય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથેજ પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવી હતી. દરિયામાં ડૂબકી લગાવવાના અનુભવને PMએ અનન્ય ગણાવ્યો. દરિયામાં ડૂબેલી દ્વારકાના PM મોદીએ દર્શન કર્યા હતા. આ અદભૂત ક્ષણની તસવીરો તેમણે પોતાના ટ્વિટર પર શેર કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે, પાણીમાં ડૂબેલા દ્વારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.


 


ગુજરાતીઓને મોતના રસ્તે અમેરિકા પહોંચાડતો હર્ષ પટેલ પકડાયો : ડિંગુચા કેસનો મોટો આરોપી


 



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વારકા જગત મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત લીધી. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચ્યા. જ્યાં તેમણે મંદિરમાં વિશેષ પૂજા કરી ભગવાનને ધજા પણ ચડાવી. બેટ દ્વારકા મંદિરમાં ખાસ ઉપરણું ઓઢાડી પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. મહત્વનું છે કે, બેટ દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણનું મુખ્ય મંદિર ગણવામાં આવે છે. અને આ મંદિરની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી આઝાદ ભારતના પહેલા પ્રધાનમંત્રી છે. બેટ દ્વારકા બાદ પ્રધાનમંત્રી મોદી દ્વારકા જગત મંદિર પહોંચ્યા. જ્યાં કાળિયા ઠાકોરની તેમણે ખાસ પૂજા કરી. પ્રધાનમંત્રીએ મંદિરમાં હાજર ભક્તોનું પ્રધાનમંત્રીએ અભિવાદન કર્યું. સાથે પ્રધાનમંત્રીનું મંદિરના પૂજારીઓએ ભગવાન શ્રીકૃષ્ણની મનમોહક મૂર્તિ આપી અભિવાદન કર્યું.


નર્મદ યુનિ. પહેલાવીર મરણોપરાંત ડિગ્રી આપશે, ચાલુ PhD માં પ્રોફેસરનું થયું હતું મોત