અમદાવાદ :હાલ પીએમ મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. આજે તેમણે સવારે વંદેભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું. જેના બાદ તેઓ આગળના કાર્યક્રમમાં જવાના રવાના થયા હતા. પરંતુ આ વચ્ચે રસ્તામાં તેમણે માનવતાભર્યું કામ કરીને મોટું ઉદાહરણ પૂરુ પાડ્યુ હતું. તેમણે એક એમ્બ્યુલન્સને જવા દેવા પોતાના કારનો કાફલો રોકી દીધો હતો. જેનો વીડિયો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શેર કર્યો છે. 



પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો હતો, ત્યારે પાછળથી એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ આવ્યો હતો. એમ્બ્યુલન્સને રસ્તો આપવો દરેક જવાબદાર નાગરિકની ફરજ છે. આ ફરજ પીએમ મોદીએ પણ બજાવી હતી. એમ્બ્યુલન્સને રસ્તો આપવા પીએમ મોદીએ કાફલો અટકાવ્યો હતો. દર્દી માટે પ્રધાનમંત્રી મોદીએ પોતાનો કાફલો રોક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ દર્દી માટે ઉદારતા દાખવી હતી.